નવી દિલ્હી: દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા કોરોના સંક્રમિત છે. સિસોદિયાએ આ માહીતી ટ્વિટ દ્વારા આપી હતી. મનીષ સિસોદિયાએ ટ્વિટમાં લખ્યું કે," મને સામાન્ય તાવ આવી રહ્યો હતો અને કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આ પછી તેઓએ પોતાને આઈસોલેટ કરી લીધા છે. તાવ સિવાય તેમને અન્ય કોઈ તકલીફ જોવા મળી નથી. તેઓએ કહ્યું છે કે હું સ્વસ્થ છું અને તમારી પ્રાર્થનાથી જલ્દી સાજો થઈ જઈશ. "
દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા કોરોના સંક્રમિત, ટ્વિટ કરી આપી જાણકારી - મનીષ સિસોદિયા કોરોના પોઝિટિવ
દેશમાં કોરોના વાઇરસના કેસની સંખ્યામાં દિવસેને દિવસે મોટો વધારો થઈ રહ્યો છે. ગઇકાલથી શરૂ થયેલા સંસદ સત્રના પ્રથમ દિવસે કુલ 24 સાસંદો કોરોનાથી સંક્રમિત થયા છે. આ વચ્ચે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા પણ કોરોનાથી પ્રભાવિત થયા છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું કે, પોતે સેલ્ફ આઇસોલેશન થયા છે.
કોરોના પોઝિટિવ આવ્યા બાદ મનીષ સિસોદિયા દિલ્હી વિધાનસભાના સત્રમાં ભાગ લઈ શક્યા નહીં. આ સત્ર 14 સપ્ટેમ્બરે એકત્રિત કરાયું હતું. કોરોનાના કારણે દિલ્હીના વિધાનસભા સત્રનો એક જ દિવસ રખાયો હતો અને પ્રશ્નકાળ મોકૂફ રખાયો હતો. મળતી માહિતી અનુસાર સિસોદિયાને દિલ્હી માલ અને સેવા કર સંશોધન વિધેયક સદનમાં રાખવાના હતા પરંતુ કોરોનાના કારણે તેઓ સામેલ થઈ શક્યા નથી.
દિલ્હી વિધાનસભાના 3 અન્ય કર્મીને પણ કોરોના થયો છે. કુલ 180 ટેસ્ટ કરાવવામાં આવ્યા. જેમાં ધારાસભ્યોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. દિલ્હી વિધાનસભાનું કોરોના સંકટ વચ્ચે એક દિવસનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું જેમાં માત્ર બિલને લઈને કામ કરવાનું છે.