નવી દિલ્હી : દેશભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 96169 થઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોના સંક્રમણમાં 157 લોકોના મોત થયાં છે. જ્યાં રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 10054 થઇ ગઇ છે.
દિલ્હી: 24 કલાકમાં કોરોનાના 299 નવા કેસ નોંધાયા, અત્યાર સુધીમાં 160ના મોત - દિલ્હીમાં 24 કલાકમાં કોરોનાના 299 કેસ
રાજધાની દિલ્હીમાં 24 કલાકમાં કોરોનાના 299 કેસ સામે આવ્યા છે. જ્યારે રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 10 હજારને પાર થઇ ગઇ છે.
દિલ્હી કોરોના
રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના સંક્રમણથી મોતની સંખ્યા 160 થઇ ગઇ છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 299 કેસ સામે આવ્યા છે. હાલ, દિલ્હીમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 5409 થઇ ગઇ છે. જ્યારે અત્યાર સુધીમાં 4485 દર્દીઓ સાજા થયા છે.