નવી દિલ્હી: કોવિડ-19ના ફેલાવાને કારણે કરવામાં આવેલા લોકડાઉન વચ્ચે લોકો બિનજરૂરી બહાર નિકળી રહ્યા છે. જે કારણે દિલ્હી પોલીસે તેમને બહાર નિકળતા અટટકાવવા અને ઘરમાં જ રોકાવાના મહત્વને સમજાવવા માટે અનોખો ઉપાય શોધી કાઢ્યો છે.
લોકડાઉનનું ઉલ્લંઘન કરતા લોકોને દિલ્હી પોલીસે આપી અનોખી સજા... - delhi
દિલ્હીમાં પોલીસે શહેરમાં લોકડાઉનનો ભંગ કરનારાઓને પાઠ ભણાવવા નવીન પદ્ધતિ અપનાવી છે. પોલીસે લોકડાઉન વચ્ચે કોઈ કારણ વગર બહાર નીકળેલા 4 લોકોને પકડ્યા હતા. તેમને સજાના ભાગ રૂપે ઉઠક બેઠક કરાવી હતી.
લોકડાઉનનું ઉલ્લંઘન કરતા લોકો પાસે દિલ્હીના જવાનોએ કરાવી ઉઠક બેઠક
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, વસંતકુંજ નજીક માસ્ક વિના રસ્તા પર ફરતા 4 વ્યક્તિઓ પાસે ઉઠક બેઠક કરાવી હતી. દિલ્હી પોલીસે મીડિયાને જણાવ્યું હતું કે, આવી સજાઓ લોકડાઉન સૂચનાનું ઉલ્લંઘન કરવા બદલ લોકોને આપવામાં આવશે. જે કારણે લોકો કારણ વગર બહાર નિકળવાનું ટાળે અને ઘરમાં સલામત રહે.