નવી દિલ્હી: દેશમાં લોકડાઉન 4.0ની જાહેરાત કરવામાં આવી છે. આ દરમિયાન કેજરીવાલ સરકાર દ્વારા થોડી રાહત સાથે દિલ્હીમાં પરિવહન અને અન્ય આર્થિક પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી છે.
લોકડાઉન-4: શિસ્તબદ્ધ રહો અને કોરોનાને નિયંત્રણમાં રાખો- દિલ્હી CM કેજરીવાલ - lockdown 4.0
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે મંગળવાર સવારે ટ્વીટ કર્યું હતું કે, આજથી કેટલીક આર્થિક પ્રવૃત્તિઓ શરૂ થવા જઈ રહી છે. સંપૂર્ણ શિસ્ત સાથે રહીને કોરોના વાઈરસને નિયંત્રણમાં રાખવાની મોટી જવાબદારી આપણે માથે છે.
Delhi CM
દિલ્હી મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે મંગળવાર સવારે ટ્વીટ કર્યું હતું કે આજથી કેટલીક આર્થિક પ્રવૃત્તિઓ શરૂ થવા જઈ રહી છે. સંપૂર્ણ શિસ્ત સાથે રહેવાની અને કોરોનાને નિયંત્રણમાં રાખવાની જવાબદારી છે. માસ્ક, સામાજિક અંતર અને હેન્ડ સેનેટાઈઝર અપનાવો. તમારા અને તમારા કુટુંબના સ્વાસ્થ્ય માટે ભગવાનને પ્રાર્થના કરો. જો આપણે શિસ્ત સાથે રહીશું, તો ભગવાન આપણું રક્ષણ જરૂરથી કરશે.