નવી દિલ્હી: ડેરિંગ સિટીઝ જલવાયુ પરિવર્તન અંગે શહેરી નેતાઓનું એક વૈશ્વિક પ્લેટફોર્મ છે. કોરોના સંક્રમણના સંદર્ભમાં આબોહવા પરિવર્તન અંગે ડેરિંગ સિટીઝની એક પરિષદ 7 ઓક્ટોબરના રોજ યોજાઇ રહી છે. જર્મનીની સરકારના સહયોગથી આ સંમેલનનું આયોજન ICLAI અને જર્મનીના બોન શહેર દ્વારા કરવામાં આવ્યું છે. આ પરિષદમાં 5 વૈશ્વિક નેતાઓને વક્તા તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. જેમણે તેમના શહેરમાં પ્રદૂષણને સમાપ્ત કરવાના કામ કર્યું છે.
વર્ચુઅલ માધ્યમથી કોન્ફરન્સ યોજાશે
આ પાંચ નેતાઓમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલનો પણ શમાવેશ છે. આ ઉપરાંત બોગોટા, બ્રાઝિલના સાઓ પાઓલો,યુએસએના લોસ એન્જલસ અને યુગાન્ડા એન્ટેબેના નેતાઓ સંમેલને સંબોધન કરશે. આ પરિષદ 7 ઓક્ટોબરના રોજ સાંજે 7:30 વાગ્યે વર્ચુઅલ માધ્યમથી યોજાશે. તેમાં લેટિન અમેરિકા, આફ્રિકા, ઉત્તર અમેરિકા અને એશિયાના પ્રતિષ્ઠિત શહેરોના નેતાઓ હાજર રહેશે.