નવી દિલ્હીઃ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ શુક્રવારે કોરોના વાઇરસને લઈને ડિજિટલ મીડિયાને સંબોધન કર્યું હતું. મીડિયાને સંબોધન કરતાં તેમણે જણાવ્યુ કે, દિલ્હીમાં કુલ 39 કોરોના વાઇરસના પોઝિટિવ કેસ છે. તેમાંથી 29 બહારથી આવ્યા હતા અને તેમને ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા હતા અને તેમાંથી 10 સ્થાનિક કેસ છે. તેમણે જણાવ્યું કે, અમે 325 સ્કૂલોમાં બપોરનું ભોજન અને રાત્રિના જમવાની વ્યવસ્થા કરી છે. આ તમામ શાળાઓમાં 500 જેટલા લોકોને ભોજન આપવામાં આવશે. હમણાં સુધી અમે દરરોજ 20,000 લોકોને ભોજન પૂરું પાડતા હતા, હવે આજથી આ સંખ્યા વધીને 2,00,000 થઈ જશે.
આ અગાઉ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ગુરુવારે બપોરે 12 વાગ્યે બૈજલ સાથે સંયુક્ત રૂપે ડિજિટલ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતાં કહ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોના વાઇરસનો નવો કેસ સામે આવ્યો છે. જેમાથી 36 લોકોમાંથી 26 લોકો વિદેશથી પરત ફર્યા છે.