રાજધાની દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી 8 ફેબ્રુઆરીના રોજ છે, ત્યારે રાજકીય પાર્ટીઓના નેતા ચૂંટણી પ્રચારમાં તેમની પૂરી તાકાત લગાવશે. બધી જ પાર્ટીઓ જીતનો દાવો પણ કરી રહી છે. કોંગ્રેસ પાર્ટીએ આ વખતે દક્ષિણ પૂર્વ દિલ્હીની વિધાનસભા બેઠક પરથી શિવાની ચોપરા ચૂંટણી લડશે. શિવાની ચોપરા કોંગ્રેસ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષની પુત્રી છે. મંગળવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂર મહારાણી બાગની કોમ્યૂનિટી સેન્ટરમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના કાર્યકરો એકઠા થયા હતા.
દિલ્હી ચૂંટણી: ચૂંટણી પહેલા કોંગ્રેસ CM પદનું નામ જાહેર નહીં કરે - ઉમેદવાર શિવાની ચોપડા
કોંગ્રેસ નેતા શશિ થરુરે આમ આદમી પાર્ટી પર નિશાન સાધતા કહ્યું કે, જે કામ શીલા દીક્ષિતે કર્યું હતું. તે કામ હવે કોઈ પણ સરકાર કરાવી શકે તેમ નથી. દિલ્હીમાં ચૂંટણી પહેલા મુખ્યપ્રધાનના નામનું એલાન થશે નહીં.
etv bharat
શશી થરુરે AAP પર નિશાન
કોંગ્રેસ નેતા શશી થરુરે આમ આદમી પાર્ટી પર નિશાન સાંધતા કહ્યું કે, જે કામ દિલ્હીમાં શીલા દીક્ષિતે કર્યું છે, તે કામ હજુ સુધી કોઈપણ સરકાર કરાવી શકી નથી. દિલ્હીમાં ચૂંટણી પહેલા મુખ્યપ્રધાનના નામનું એલાન કરશે નહીં. કોંગ્રેસ ઉમેદવાર શિવાની ચોપડાએ ETV BHARAT સાથે વાત કરતા કહ્યું કે, તેમની જીત નક્કી છે.