નવી દિલ્હી: દિલ્હીના કૃષિ ભવન સ્થિત પશુપાલન વિભાગની ઓફિસને સીલ કરી દેવામાં આવી છે. અહીં 17 મેના રોજ વિભાગના અધિકારી કોરોનાથી પ્રભાવિત થયા છે. ત્યાર બાદ ઓફિસને આગામી 48 કલાક માટે સીલ કરી દેવામાં આવી છે. હાલ કચેરીમાં સેનિટીઈઝિંગની કામગીરી કરવામાં આવી રહી છે.
કોરોના અસરઃ કૃષિ ભવન સ્થિત પશુપાલન વિભાગની ઓફિસ 48 કલાક માટે સીલ - દિલ્હી કોરોના વાઈરસ ન્યૂઝ
દિલ્હીના કૃષિ ભવન સ્થિત પશુપાલન વિભાગની ઓફિસમાં એક અધિકારી કોરનાથી પ્રભાવિત થતાં ઓફિસને 48 કલાક માટે સીલ કરી દેવામાં આવી છે.
Animal Husbandry dept office
દિલ્હીના કૃષિ ભવનમાં કૃષિ મંત્રાલય, ગ્રામીણ વિકાસ મંત્રાલય, પશુપાલન મંત્રાલય સહિત ઘણા મંત્રાલયોની કચેરીઓ છે. બિહારના બેગુસરાયના ભારતીય જનતા પાર્ટીના સાંસદ ગિરિરાજ સિંહ કેન્દ્રીય પશુપાલન, મત્સ્યઉદ્યોગ અને ડેરી વિભાગના પ્રધાન છે.
દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. અત્યાર સુધીમાં 10,000 થી વધુ લોકોને આ વાઈરસનો ચેપ લાગ્યો છે. આ વાઈરસને કારણે 160 લોકોનાં મોત થયાં છે.