નવી દિલ્હી : આજે કારગિલ વિજય દિવસના 21 વર્ષ પૂરા થયા છે. કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનને પછડાટ આપીને વિજય મેળવવાની ખુશીમાં દર વર્ષે 26મી જુલાઈ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.આજના દિવસને કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોના સન્માનમાં ઉજવવામાં આવે છે.
સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ, સીડીએસ બિપિન રાવત અને ત્રણેય સેના પ્રમુખોએ દિલ્હીના નેશનલ વોર મેમોરિયલમાં અમર જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. રક્ષાપ્રધાન રાજનાથ સિંહે ટ્વિટ કરીને શહીદોને નમન કર્યું હતું. કારગિલ વિજ્ય દિવસ વાસ્તવમાં ઉત્કૃષ્ટ સૈન્ય સેવા, વીરતા અને બલિદાન ભારતની ગૌરવશાળી પરંપરાનો ઉત્સવ છે.