મોસ્કો: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ બુધવારે શાંઘાઈ સહકાર સંગઠનની બેઠકમાં ભાગ લેવા રશિયાની રાજધાની મોસ્કો પહોંચ્યા હતા. રાજનાથ સિંહ અહીં રશિયાના સંરક્ષણ પ્રધાન સેર્ગેઇ શોઇગુને મળશે અને SCOની અગત્યની બેઠકમાં ભાગ લેતી વખતે દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ વધારવા અંગે ચર્ચા કરશે.
અધિકારીઓએ કહ્યું કે SCOના સભ્ય દેશોના આઠ સંરક્ષણ પ્રધાનો આતંકવાદ, ઉગ્રવાદ અને તેમની સાથે સંયુક્ત રીતે વ્યવહાર કરવાની રીત જેવા પ્રાદેશિક સુરક્ષા પડકારો પર ચર્ચા કરશે.
ભારતીય દૂતાવાસે ટ્વિટ કર્યું હતું કે, 'સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ત્રણ દિવસીય રશિયા પ્રવાસ પર મોસ્કો પહોંચ્યા છે. મેજર જનરલ બુખતીવ યુરી નિકોલેયાવિચે તેમને એરપોર્ટ પર આવકાર્યા હતા.'