સમગ્ર વાતાવરણને લઈને મેજર જનરલ પીકે સહગલે ETV BHARAT સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે પાકિસ્તાને બુધવારે સવારે તે રિવર્સ એક્શન લેવાની કોશિષ કરી હતી, તેમાં 3 F-16 વિમાનને ભારતીય સીમામાં મોક્લ્યું જેનો ભારતીય સેનાએ સામનો કર્યો હતો.
પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવો પડશે: ભૂતપૂર્વ મેજર - pak
નવી દિલ્હી : પાકિસ્તાની સેના અને ભારતીય સેના વચ્ચે તણાવ વધી રહ્યોં છે. જેના પર મેજર જનરલ પીકે સહગલે જણાવ્યું કે, ભારત અને પાકિસ્તાનનું સીમા પર સામસામે આવવું તે એક યુદ્ધ થવાના સંકેત સમાન છે.
સ્પોટ ફોટો
મેજરે જણાવ્યું હતું કે, અમે પાકિસ્તાનમાં ચાલી રહેલા આતંકવાદી કેંપને ટાર્ગેટ બનાવ્યાં હતાં. ત્યાં હાજર રહેલા 300 જેટલા આતંકવાદીઓનો ખાત્મો કરી નાખ્યો હતો. જેનો બદલો લેવા માટે પાકિસ્તાને સીમામાં દખલગીરી કરી હતી.
જે સમગ્ર બાબત પર મેજરનું કહેવુ છે કે, પાકિસ્તાન તરફથી આવી કોઈ પણ હિલચાલનો ભારતે આકરો જવાબ આપવો જોઇએ.