જેકે લોન હોસ્પિટલમાં ડિસેમ્બર મહિનામાં છેલ્લા બે દિવસમાં 10 બાળકોમા મોત થતાં મામલો દેશભરમાં ગરમાયો હતો. કેન્દ્ર સરકારથી લઈને રાજ્ય સરકાર સુધીની તપાસ કમિટિઓ ઘટનાની તપાસ કરી રહી છે. આ કમિટિઓએ બાળકોના મૃત્યુને સ્વાભાવિક નથી ગણાવ્યા. જોકે ડોક્ટર્સની બેદરકારી હોવાની વાત પણ નકારી કાઢી છે.
ડિસેમ્બર મહિનાની વાત કરવામાં આવે તો, 2019ના છેલ્લા મહિનામાં જેકે લોન હોસ્પિટલમાં 100 બાળકોના મોત થયા હતા. 21થી 31 ડિસેમ્બર વચ્ચે 42 બાળકોના મોત થયા હતા. 2019ના વર્ષ દરમિયાન આ આંકડો 963 નોંધાયો હતો. તેમ છતાં ગત છ વર્ષમાં આ આંકડો સૌથી ઓછો રહ્યો હતો. વર્ષ 2019માં મહિના પ્રમાણે જોઈએ તો. જાન્યુઆરીમાં 72, ફેબ્રુઆરીમાં 61, માર્ચમાં 63, એપ્રિલમાં 77, મે મહિનામાં 80, જૂનમાં 65, જુલાઈમાં 76, ઓગસ્ટમાં 87, સપ્ટેમ્બરમાં 90, ઓક્ટોબરમાં 91, નવેમ્બરમાં 101 અને ડિસેમ્બરમાં 100 નવજાત બાળકોના મોત થયા હતા.