દિસપુરઃ રાજ્યમાં પૂરની સ્થિતિ યથાવત છે. બ્રહ્મપુત્રા નદી ભયના સ્તરે વહી રહી છે. આસામમાં 21 જિલ્લાના લગભગ 4,62,777 લોકો અસરગ્રસ્ત થયા છે. ધેમજી, લખીમપુર, બિસ્વનાથ, ઉદલગુરી, દારંગ, નલબારી, બારપેટા, ચિરાંગ, બોન્ગાગાંવ જેવા 21 જિલ્લાઓમાં ભારે પૂરની સ્થિતિ છે.
આસામ પૂર અપડેટઃ મૃત્યુઆંક 18 પર પહોંચ્યો
નદી બ્રહ્મપુત્રા ભયના સ્તરે વહી રહી છે. આસામમાં 21 જિલ્લાના લગભગ 4,62,777 લોકો અસરગ્રસ્ત થયા છે.
આસામ પૂર અપડેટ
આ વર્ષે આવેલા પૂરમાં 18 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. 61 રાજ્યની આમદા અને 1,289 ગામડાઓ અને વિસ્તારો પ્રભાવિત થયા છે. હેક્ટર દીઠ પાકના નુકસાનની વાત કરીએ તો, 37,313.46 થયુ છે. આ પુરની સ્થિતિમાં 21,416 કરતા વધુ લોકોએ 109 રિલીફ કેમ્પમાં આશરો લીધો છે.