ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પંજાબમાં ઝેરી દારૂ પીવાથી 86ના મોત, મૃતકોના પરિવારને 2 લાખની સહાય - nationalnews

પંજાબમાં લઠ્ઠો પીવાથી મૃતકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ સમગ્ર લઠ્ઠાકાંડ મામલે 7 આબકારી અધિકારી અને 6 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. તેમજ ઝેરી દારૂ પીવાથી 86 લોકોના મોત થયા છે.

Punjab alcohol
Punjab alcohol

By

Published : Aug 2, 2020, 9:42 AM IST

ચંડીગઢ: કોરોનાની મહામારી વચ્ચે પંજાબમાં લઠ્ઠો પીવાથી 86 લોકોના મોત થયા છે. પંજાબના મુખ્યપ્રધાન અમરિંદર સિંહે આ સમગ્ર મામલે 7 આબકારી અધિકારી અને 6 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી તપાસના આદેશ આપ્યા છે. સરકારે મૃતકના પરિવારજનોને 2 લાખની સહાય આપવાની પણ જાહેરાત કરી છે.

પંજાબમાં લઠ્ઠો પીવાથી તરનતારનમાં 63 લોકોના મોત થયા છે. ત્યારબાદ અમૃતસરમાં 12 ગુરદાસપુરના બટાલામાં 11 લોકોના મોત થયા છે. પંજાબના મુખ્યપ્રધાને કહ્યું કે, લઠ્ઠાના ઉત્પાદન અને વેચાણને રોકવામાં પોલીસ અને આબકારી વિભાગની નિષ્ફળતા અને શરમજનક છે.

ABOUT THE AUTHOR

...view details