ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હી કોરોના અપડેટ: છેલ્લા 24 કલાકમાં 792 નવા કેસ નોંધાયા, અત્યાર સુધી 303 લોકોના મોત થયા - કોરોના વાઇરસ

છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોના સંક્રમિતની સંખ્યામાં રેકોર્ડ બ્રેકનો વધારો થયો છે. 24 કલાકમાં 792 નવા કેસ સામે આવ્યા છે, જેમાં કોઇ પણ એક દિવસમાં સામે આવેલા કેસની સૌથી મોટી સંખ્યા વધારે છે. જાણો દિલ્હીના હેલ્થ બુલેટિન..

Etv Bharat, Gujarati News, COVID-19
COVID-19

By

Published : May 28, 2020, 12:42 PM IST

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણના કેસના આંકડા 1 લાખ 51 હજારને પાર છે. આ સાથે જ 4 હજારથી વધુ લોકોના મોત થયા છે. તો રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 15 હજારને પાર પહોંચી છે.

દિલ્હીમાં કોરોના સંક્રમણના 15,257 કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોના સંક્રમિતના અત્યાર સુધીમાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે. 792 કોરોના સંક્રમિત દર્દીઓની પુષ્ટિ થઇ છે. તો દિલ્હીમાં કોરોનાથી મોતનો આંકડો 303 થયો છે.

જો કે, દિલ્હીમાં કોરોના સંક્રમણના 7690 કેસ એક્ટિવ કેસ છે. આ સાથે જ 7264 કોરોના દર્દીઓ સ્વસ્થ પણ થયા છે.

ABOUT THE AUTHOR

...view details