નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે પરિવારના 7 સદસ્યોની હત્યા કેસમાં મહિલા તેમજ તેના પ્રેમીને મોતની સજા ફટકારી હતી. જે બાબતે પુનઃવિચારની અરજી પર સુનાવણી પુર્ણ થઇ હતી.
ઉત્તર પ્રદેશના અમરોહ જિલ્લામાં 15 એપ્રીલ, 2015ના રોજ મહિલાએ તેના પ્રેમી સાથે મળીને તેના માતા પિતા, બે ભાઈ, બે ભાભી અને તેના 10 મહિનાના ભત્રીજાનું ગળું દબાવી હત્યા કરી હતી. બંન્ને દોષીના વકીલે મુખ્ય ન્યાયાધીશ બોબડે, જસ્ટિસ એસ અબ્દુલ નજીર અને જસ્ટિસ સંજીવ ખન્નાની ખંડપીઠને કહ્યું કે, તેમની સુધરવાની શક્યતાને ધ્યાનમાં રાખી મૃત્યુની સજામાં રાહત આપવામાં આવે.
સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ આનંદ ગ્રોવર અને મીનાક્ષી અરોડા઼ને બેંચે પૂછ્યું કે, શું દોષિત ઠેરવ્યા પછી આ દોષિતોના સારા વર્તન પર વિચાર કરી શકાય છે. પરંતુ તેમને કરેલા ગુનાને ધ્યાનમાં રાખવો જોઈએ.
સુપ્રીમ કોર્ટે 15 એપ્રિલ, 2008ના રોજ ગુના બદલ સલીમ અને શબનમની 2015માં ફાંસીની સજાને યથાવત રાખી હતી. બંને દોષિતોને ટ્રાયલ કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી, જેને 2010 માં અલ્હાબાદ હાઈકોર્ટે સમર્થન આપ્યું હતું. સલીમ અને શબનમ વચ્ચે પ્રેમ સંબંધ હતો અને તેઓ લગ્ન કરવા ઈચ્છતા હતાં, પરંતુ મહિલાનો પરિવાર તેનો વિરોધ કરી રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લામાં 15 એપ્રીલ, 2008ના રોજ મહિલાએ પરિવારના તમામ લોકોની હત્યા કરી હતી. પ્રાથમિક તપાસમાં મહિલાએ એવું જણાવ્યું કે, અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. વધુ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, શબનમે જ સલીમને આ ગુનો કરવા પ્રેર્યો હતો. પહેલા શબનમે પરિવારના સદસ્યોના દૂધમાં માદક પદાર્થ ભેળવી દીધો હતો. જે બાદ તેણે નાના ભત્રીજાનું ગળું દબાવી દીધું હતું.