ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દુબઇથી લાવેલા મૃતદહેને દિલ્હીથી પરત દુબઈ મોકલાયો - દિલ્હી એરપોર્ટ

સ્થાનિક સમાજસેવકની મદદથી ગુરુવારે કમલેશ ભટ્ટના મૃત્યદેહને દિલ્હી એરપોર્ટ લાવવામાં આવ્યો હતો. જોકે એરપોર્ટ વહીવટીતંત્રે મૃતદેહને સંબંધીઓને સોંપ્યો ન હતો પરંતુ પરત દુબઈ મોકલી દીધો હતો.

દુબઇથી લાવેલા મૃત કમલેશના શવને દિલ્હીથી પરત મોકલવામાં આવ્યો
દુબઇથી લાવેલા મૃત કમલેશના શવને દિલ્હીથી પરત મોકલવામાં આવ્યો

By

Published : Apr 24, 2020, 9:16 PM IST

ટિહરી: ભારતમાં કોરોના વાઇરસને કાબૂ કરવા માટે લોકડાઉન લગાડવામાં આવ્યું છે.જેથી લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવો જ એક કિસ્સો ઉત્તરાખંડના ટિહરી જિલ્લામાંથી સામે આવ્યો છે. સકલાના પટ્ટીમાં રહેતા કમલેશ ભટ્ટનું 16 એપ્રિલના રોજ દુબઇમાં શંકાસ્પદ રીતે મોત નીપજ્યું હતું, પરંતુ પરિવારને હજુ સુધી તેમનો મૃતદેહ મળ્યો નથી.

મળતી માહિતી મુજબ સકલાના પટ્ટીના સેમવાલ ગામના રહેવાસી કમલેશ ભટ્ટનું 16 એપ્રિલના રોજ દુબઇમાં શંકાસ્પદ રીતે મૃત્યુ થયું હતું. ગુરુવારે કમલેશના મૃત્યદેહને દુબઈથી ભારત લાવવામાં આવ્યો હતો. પરિવાર મૃતદેહને લેવા માટે દિલ્હી ગયો હતો, પરંતુ અધિકારીઓએ મૃતદેહને દુબઈ પરત મોકલી દીધો હતો.

સામાજિક કાર્યકર રોશન રતૂડીના ઘણા પ્રયત્નો બાદ કમલેશના મૃતદેહને 23 એપ્રિલે અબુ ધાબી એરપોર્ટથી કાર્ગો પ્લેન દ્વારા દિલ્હી લાવાવમાં આવ્યો હતો.જોકે મોડી રાત્રે ભારતીય દૂતાવાસ તરફથી વિદેશથી કોઈ મૃતદેહ ન લેવાનો આદેશ આવ્યો હતો. આ કારણે પરિવારને કમલેશનો મૃતદેહ ન મળી શક્યો અને તેનેપરત દુબઈ મોકલી દેવામાં આવ્યો હતો.પરિવાર કમલેશના મૃતદેહ વગર જ ઘરે પરત ફર્યા હતા. સંબંધીઓએ રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે કમલેશના મૃતદેહને ભારત પરત લાવવા માંગ કરી છે.

જણાવી દઈએ કે જૌનપુર બ્લોકના સેમવાલ ગામનો રહેવાસી કમલેશ ભટ્ટ યુએઈના અબુધાબીની એક હોટલમાં નોકરી કરતો હતો, તે ત્યાં ત્રણ વર્ષથી કામ કરતો હતો. 16 એપ્રિલના રોજ, તેમને દુબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તબિયત લથડતા તેનું મોત નીપજ્યું હતું. આ અકસ્માત અંગે સમાજસેવક રોશન રતૂડીએ કમલેશના પરિવારને માહિતી આપી હતી. જોકે કમલેશના મોતનું કારણ હજી જાણવા મળ્યું નથી.

ABOUT THE AUTHOR

...view details