ઉત્તરપ્રદેશઃ ઉત્તપ્રદેશના એટા જિલ્લામાં એક જ પરિવારના પાંચ લોકોના મૃતદેહ મળી આવતા હડકંપ મચી ગયો હતો. બનાવની જાણ થતાં જ SSP સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
ઉત્તરપ્રદેશના એટા જિલ્લામાં એક જ પરિવારના પાંચ લોકોના મૃતદેહ મળી આવ્યા - Eta police
ઉત્તપ્રદેશના એટા જિલ્લામાં એક જ પરિવારના પાંચ લોકોના મૃતદેહ મળી આવતા હડકંપ મચી ગયો હતો. બનાવની જાણ થતાં જ SSP સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
જિલ્લાનાં શ્રૃંગાર નગર વિસ્તારમાં એક મકાનની અંદર પાંચ લોકોના મૃતદેહ મળી આવતા હડકંપ મચી ગયો હતો. પાંચ મૃતદેહોમાં 2 બાળકો, 2 મહિલા તેમજ એક વુદ્ધ સામેલ છે. એક જ પરિવારના પાંચ લોકોના મૃતદેહ મળી આવતા હડકંપ મચી ગયો હતો. બનાવની જાણ થતાં જ એસએસપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
શનિવારે સવારે પોલીસને માહિતી મળી હતી કે, આ વિસ્તારના એક ઘરનો ગેટ અંદરથી બંધ છે અને એક મહિલાનો મૃતદેહ અંદર પડેલો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે ઘરની અંદર 5 મૃતદેહ મળી આવ્યા હતા.