નવી દિલ્હી: દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાલે બુધવારે એક ટ્વીટ કરીને જીદંગી વિશે જણાકારી આપી હતી. સ્વાતિ માલીવાલે જણાવ્યું કે, હરિયાણા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ નવીન જયહિંદ સાથે તલાક થયું છે.
દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાલે ટ્વીટ કરી પતિ નવીન જયહિંદને આપ્યા તલાક - સ્વાતિ માલીવાલ
દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષા સ્વાતિ માલીવાલ પતિ નવીન જયહિંદ સાથે ટ્વીટ કરી તલાક લઈ લીધા છે. આ અંગે સ્વાતિએ ટ્ટીટ કરીને જાણકારી આપી હતી.
દિલ્હી
દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાલે ટ્વીટ કરીને જણાવ્યું કે, સૌથી દુઃખદાયક પળ ત્યારે હોય છે, જ્યારે તમે સપનાઓની દુનિયામાંથી બહાર આવો છો અને વાસ્તવિકતા ખબર પડે છે. મારી કહાની પણ સમાપ્ત થઇ ગઇ, મારા અને નવીનના તલાક થઇ ગયા છે.
સ્વાતિ માલીવાલે વધુમાં લખ્યું કે, કયારેક કયારેક બે સારા લોકો પણ એકસાથે નથી રહી શકતા. હું હંમેશા યાદ કરીશ અને તેમના સાથને મિસ કરીશ. દરેક દિવસે હું ઈશ્વરને પ્રાર્થના કરુ છું કે, અમારા જેવા લોકોને દુઃખ સહન કરવાની શક્તિ આપે.