નવી દિલ્હી: દિલ્હી કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ (DCPCR) એ મંગળવારે માતા-પિતા અને બાળકોને ચાલુ લોકડાઉન દરમિયાન રચનાત્મક પ્રવૃત્તિઓ કરવામાં મદદ માટે એક પરામર્શ હેલ્પલાઇન શરૂ કરી.
મહિલા અને બાળ વિકાસ પ્રધાન રાજેન્દ્ર પાલ ગૌતમ દ્વારા ટ્વિટર પર આ હેલ્પલાઈન શરૂ કરવામાં આવી હતી. જેમાં પ્રશિક્ષિત શિક્ષણવિદો, મનોવૈજ્ઞાનિકો અને સલાહકારોની એક ટીમ 30 એપ્રિલ સુધી સવારે 10થી સાંજના 7 વાગ્યા સુધી માતાપિતા અને બાળકોને વાતચીત કરશે અને ટેલિફોનિક પરામર્શ આપશે. જો જરૂર પડશે તો ટીમ તો તે વધારવામાં આવશે.
DCPCR દ્વારા જણાવાયું હતું કે, "હેલ્પલાઈન - 011-411-82977, પર કોવિડ-19 ફાટી નીકળ્યા દરમિયાન બાળકોની ભાવનાત્મક અને માનસિક સામાજિક તંદુરસ્તી સુનિશ્ચિત કરવા માટે અઠવાડિયાના બધા દિવસોથી કાર્યરત રહેશે."
"હેલ્પલાઈનનો ઉપયોગ બાળકો દ્વારા નવી પ્રવૃત્તિઓ શીખવા માટે પણ કરવામાં આવે છે. જેથી તેઓ પોતાનો રોજિંદા જીવનમાં વ્યસ્ત રહે છે."
"માતાપિતા તેમના બાળકોને તેમની રચનાત્મકતા, શિક્ષણવિદ્યા અને ભાવનાત્મક વિકાસને વધારવા પર કેન્દ્રિત રાખવા માટે તકનીકો વિશે શીખવા માટે પણ બોલાવી શકતા હોવાનું પણ જણાવામાં આવ્યું હતું."