લખનઉ: અયોધ્યા મુખ્યાલયથી 18 કિલોમીટર દુર સોહાવલ જિલ્લામાં 5 એકર જમીન આપવા પર બાબરી એકશન કમેટીના સંયોજક સહિત બાબરી મસ્જિદના પક્ષકાર ઈકબાલ અંસારીએ વાંધો ઉઠાવ્યો હતો. મસ્જિદની જગ્યાએ નિર્માણને લઇને સુન્ની વકફ બોર્ડે જાહેરમાં કોઇ નિવેદન આપ્યું નથી.
મુસ્લિમ સંગઠનોએ 5 એકર જમીન મુદ્દે સુન્ની વકફ બોર્ડ સામે સવાલ ઉઠાવ્યા
દેશમાં ફરી એકવાર અયોધ્યામાં રામ મંદિરનો મુદ્દો ચર્ચામાં છે. સુપ્રીમ કોર્ટના આદેશના 87 દિવસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં રામ મંદિરના નિર્માણ માટે ટ્ર્સ્ટની જાહેરાત કરી હતી. આ ટ્રસ્ટને લઇને સાધુ સંતોમાં વિરોધ થઇ રહ્યોં છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે સુન્ની વકફ બોર્ડને 5 એકર જમીન આપવા પર એક પક્ષ રાજી નથી.
સોહાવલ જિલ્લામાં 5 એકર જમીન મળ્યા બાદ આગામી 24 ફેબ્રુઆરીએ યુપી સુન્ની વકફ બોર્ડે મિટિંગ બોલાવી હતી. જેમાં બોર્ડે પોતાના સભ્યોને મત જાણીને આગામી રણનિતી તૈયાર કરશે. આ મુદ્દે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને ઘણા મુસ્લિમ સંગઠન પહેલાથી જ મસ્જિદના બદલામાં કોઇ નહીં લેવાની જમીન લેવાની જાહેરાત કરી ચૂક્યા છે.
આ મુદ્દે દારુલ ઉલૂમ ફિરંગી મહલના પ્રવક્તા મૌલાના સુફિયાના નિઝામીએ કહ્યું કે, મુસ્લિન સમાજમાં આજે પણ એક જ મત છે. 5 એકર જમીન ગમે ત્યાં આપવામાં આવે મસ્જિદની જગ્યાએ જમીન સ્વીકાર્ય નથી. સુન્ની વકફ બોર્ડ પર સવાલ ઉઠાવતા સુફિયાન નિઝામીએ કહ્યું કે, બોર્ડ મુસ્લિમોની લાગણીની સાથે છે કે, નહીં.