જયપુરની સવાઇ માનસિંહ હોસ્પિટલના આંખ વિભાગના ડોક્ટર કમલેશ ખિલનાનીએ જણાવ્યું હતું કે, સુર્ય ગ્રહણ જોયા બાદ આંખ ખરાબ થવાની ઘટના સામે આવી છે. જેમાં પણ ખાસ કરીને નાના બાળકોના મામલામાં આ ઘટના જોવા મળી રહી છે. સુર્ય ગ્રહણ જોયા બાદ બે બાળકોની આંખોના રેટિના 70 ટકા સુધી ખરાબ થયા છે.
સુર્ય ગ્રહણ જોયા બાદ 2 બાળકોની આંખના 70 ટકા રેટિના ખરાબ - સુર્ય ગ્રહણ જોયા બાદ આંખોને નુકસાન
જયપુર: સુર્ય ગ્રહણ વખતે ઘણી વખત ખગોળીય વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવે છે કે, ખુલ્લી આંખે ક્યારેય પણ સુર્ય ગ્રહણ ન જોવું જોઇએ. હાલમાં જ થયેલા સુર્ય ગ્રહણને જોયા બાદ આંખો ખરાબ થવાની ઘટના સામે આવી છે. જે જોઇને ડોક્ટરો પણ અચંબિત છે.
સુર્ય ગ્રહણ જોયા બાદ બાળકોની આંખોને નુકસાન
ડોક્ટર ખિલનાનીએ જણાવ્યું કે, આ વખતે સુર્ય ગ્રહણ બાદ હોસ્પિટલમાં કેટલાંક દર્દીઓ આંખોની સમસ્યા લઇને આવ્યા હતા. જેમાં વધારે પડતા બાળકોની આંખોમાં ઝાંખું દેખાવાની ફરિયાદ જોવા મળી હતી.
કેટલાંક ડોક્ટરો પણ હેરાન છે કે, અત્યાર સુધીના થયેલા ગ્રહણમાં આવી એક પણ ઘટના જોવા મળી નહોતી. આ વખતે જે ઘટનાઓ સામે આવી છે તેમાથી લગભગ બાળકોની આંખોની 50 ટકા સુધીની રોશની બુઝાઇ ગઇ છે.