શહેરના નામચિન્હ વિસ્તાર ગોમતીનગરમાં મહિલાએ પોતે કબૂલાત કરી છે કે, તેણે એક કોન્ટેસ્ટમાં પેડ વેકેશન જીત્યું છે.
તેણે રિયલ એસ્ટેટ ડીલર પતિને પોતાના બેંક ખાતામાંથી રુપિયા ઓછા થયા હોવાની જાણકારી નહોતી. કારણ કે, તે પોતાની પાસબુક અપડેટ કરવા બેંકમાં નહોતા ગયા.
જ્યારે તેના પતિને ખબર પડી કે, ખાતામાંથી પૈસા ઓછા થયા છે, ત્યારે તેણે સાઈબર ફ્રોડનો શિકાર થયો હોવાનું કબૂલ્યું હતું અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પીડિતની પત્નીએ ચાલાકીથી તેના પતિના ફોનમાંથી બેંકની લેવડદેવડના મેસેઝ અને એલર્ટને હટાવી દીધા હતા. જેના કારણે પત્ની ગોવાથી પાછી આવે ત્યાં સુધી તેના પતિને જરા પણ ગંધ ન આવી. ત્યારે બાદ પોલીસની તપાસમાં પત્ની પર શક ગયો હતો.
જૂલાઈમાં પણ આવો જ એક અન્ય કિસ્સો સામે આવ્યો હતો. જ્યાં એક 12 વર્ષિય વિદ્યાર્થીએ પોતાના પિતાના ખાતામાંથી ઈ-વોલેટના માધ્યમથી 11 હજાર રુપિયા સેરવી લીધા હતા. તેણે આ રકમ ઓનલાઈન ગેમ રમવા માટે થઈને મોટી રકમ જીતવાની લાલચે કાઢી લીધા હતા.
હજી એક અઠવાડિયા પહેલા જ આવા જ કિસ્સામાં આઠ વર્ષિય એક બાળકે પોતાના પિતાના બેંક ખાતામાંથી 35 હજાર રુપિયા તફડાવી નાખ્યા હતા.
લખનઉ પોલીસનું જણાવવું છે કે, આવા કિસ્સા તેમની પાસે દરરોજના ચારથી પાંચ આવે છે.