નવી દિલ્હીઃ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં કોગ્રેસ વર્કિગ કમિટીની બેઠક યોજાઈ. CWCની બેઠક શરૂ થયા પહેલા લદ્દાખની ગલવાન ઘાટીમાં શહીદ થયેલા કર્નલ બી. સંતોષ બાબૂ સહિતના જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ હતી.
સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ - કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ
સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં કોંગ્રેસ વર્કિગ કમિટીની બેઠક યોજાઈ હતી. જે અંગે કોંગ્રેસ પ્રવક્તા રણદીપર સુરજેવાલાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્ર સમક્ષ મહત્વપૂર્ણ મુદ્દે ચર્ચા કરવા આ બેઠક યોજાઈ હતી. જેમાં ડૉ. મનમોહન સિંહ, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓ સામેલ થયા હતા.
CWC
CWCની બેઠકમાં લદ્દાખમાં શહીદ થયેલા જવાનોની સ્મૃતિમાં તમામ સભ્યોએ બે મિનીટનું મૌન રાખ્યું હતું. ત્યારબાદ બેઠકની ચર્ચા શરૂ કરાઈ હતી. જેમાં સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, ભારત એક ભયાનક આર્થિક સંકટ, મહામારી અને ચીન સામેના સીમા વિવાદ સામે ઝઝૂમી રહ્યું છે.
તેમણે કહ્યું કે, પ્રત્યેક સંકટનું કારણ ભાજપના નેતૃત્વમાં NDA સરકારની ગેરવહીવટ અને તેના દ્વારા લેવાયેલા ખોટા નિર્ણયો છે.