ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારતમાં પોલીસ કસ્ટડીમાં કસ્ટોડિયલ ડેથ - ભારતમાં પોલીસ કસ્ટડીમાં કસ્ટોડિયલ ડેથ

તમિલનાડુના થૂટ્ટુકુડી નજીક શતાંકુલમ શહેરમાં પી જયરાજ (58) અને તેમના પુત્ર જે. બેનિક્સ (31) પર કસ્ટડી દરમિયાન ગુજારાયેલા ત્રાસના કારણે પિતા-પુત્રનાં મોત નીપજતાં સમગ્ર રાજ્ય તેમજ દેશમાં રોષ ફાટી નિકળ્યો છે.

a
ભારતમાં પોલીસ કસ્ટડીમાં કસ્ટોડિયલ ડેથ

By

Published : Jul 3, 2020, 10:11 PM IST

ભારતમાં કસ્ટોડિયલ ડેથ, કેસોની નોંધણી તથા ગુના સાબિતીના દરનું વિશ્લેષણ

વર્ષ પોલીસકર્મીઓ વિરૂદ્ધ નોંધાયેલા કેસો પોલીસકર્મી પર કરવામાં આવેલી ચાર્જ શીટ દોષસિદ્ધિ

નોંધાયેલા કેસો સામે દોષસિદ્ધિ દરની ટકાવારી


ચાર્જશીટ કરવામાં આવેલા કેસો સામે દોષસિદ્ધિના દરની ટકાવારી


પોલીસ કસ્ટડીમાં થયેલાં મોતની સંખ્યા
2018 5479 918 41 0.74% 4.4% 70
2017 2005 1000 128 6.3% 12.8% 100
2016 3082 1104 31 1.0% 2.80% 92
2015 5526 1122 25 0.45% 2.22% 67
2014 2601 1132 44 1.69% 3.88% 61

સ્રોત: NCRB અહેવાલ

ભારતમાં ટોર્ચર પરના 2019ના વાર્ષિક અહેવાલ અનુસાર, 1,606 મોત જ્યુડિશિયલ કસ્ટડીમાં અને 125 મોત પોલીસ કસ્ટડીમાં નીપજ્યાં હતાં.

તમિલનાડુમાં કસ્ટોડિયલ ડેથ

વર્ષ પોલીસકર્મીઓ વિરૂદ્ધ નોંધાયેલા કેસો પોલીસકર્મી પર કરવામાં આવેલી ચાર્જ શીટ દોષસિદ્ધિ

નોંધાયેલા કેસો સામે દોષસિદ્ધિ દરની ટકાવારી


ચાર્જશીટ કરવામાં આવેલા કેસો સામે દોષસિદ્ધિના દરની ટકાવારી પોલીસ કસ્ટડીમાં થયેલાં મોતની સંખ્યા
2018 71 19 0 0 0 12
2017 116 23 1 0.86% 4.34% 8
2016 114 42 1 0.88% 2.3% 5
2015 139 29 0 0 0 3
2014 126 54 1 0.79% 1.85% 7

સ્રોત: NCRB રિપોર્ટ

પોલીસની કામગીરી પરના સર્વે અહેવાલનાં તારણોઃ

કેન્દ્રમાં વિકાસશીલ સમાજોના અભ્યાસ (CSDS) માટેની લોકનીતિ ટીમે જાણ્યું હતું કે, (સૈન્ય માટે 54 ટકાની તુલનામાં) 25 ટકા કરતાં પણ ઓછા ભારતીયો પોલીસ પર ખૂબ વિશ્વાસ ધરાવે છે. (2018ના સર્વે મુજબ)

ધી સ્ટેટસ ઓફ પોલિસીંગ ઇન ઇન્ડિયા, રિપોર્ટ 2019 (કોમન કોઝ –CSDS 2018)માં દર્શાવાયું હતું કે, ભારતમાં દરેક પાંચમાંથી બે વ્યક્તિ પોલીસથી ભય અનુભવે છે.

ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશ્યલ સાયન્સિઝ દ્વારા હાથ ધરાયેલા અભ્યાસ (2018) અનુસાર, પોલીસનું બેફામ વર્તન આશરે ત્રણ ચતુર્થાંશ ભારતીય વસ્તીને ફરિયાદ નોંધાવતાં અટકાવે છે.

ભારતે 14મી ઓક્ટોબર, 1997ના રોજ યુએન કન્વેન્શન અગેઇન્સ્ટ ટોર્ચર પર હસ્તાક્ષર કર્યા હતા, પરંતુ હજી તેણે ટોર્ચર પર કાયદો ઘડીને તેને બહાલી આપવી બાકી છે. ભારત માનવ ત્રાસ પરના યુનાઇટેડ નેશન્સના કન્વેન્શનને બહાલ કરવામાં નિષ્ફળ નીવડ્યું છે અને સાથે જ તે પ્રિવેન્શન ઓફ ટોર્ચર બિલ, 2017 પસાર કરવાથી પણ તે દૂર રહ્યું છે (ભારતમાં પોલીસિંગની સ્થિતિનો અહેવાલ, 2019).

સુપ્રીમ કોર્ટનો આદેશ અને તેનો શિથિલ અમલ

2006માં સુપ્રીમ કોર્ટે પ્રકાશ સિંઘ તથા અન્યો વિ. યુનિયન ઓફ ઇન્ડિયા તથા અન્યો કેસમાં પોલીસ સુધારણા માટે સાત હુકમો જારી કર્યા હતા. છઠ્ઠા આદેશ અનુસાર દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશે રાજ્ય અને જિલ્લા સ્તરે તાકીદના ધોરણે પોલીસ કમ્પ્લેઇન્ટ ઓથોરિટી (પીસીએ) રચવી જરૂરી છે.

કસ્ટોડિયલ બળાત્કાર/બળાત્કારનો પ્રયાસ/ કસ્ટોડિયલ ડેથ, ગંભીર ઇજા અને ભ્રષ્ટાચારથી લઇને ગેરકાયદેસર ધરપકડ કે અટકાયત સહિતના શ્રેણીબદ્ધ પ્રશ્નો પર પોલીસની ગેરવર્તણૂંકની ફરિયાદો મેળવવા માટેની અને તપાસ કરવા માટેની આ બાહ્ય સંસ્થાઓ છે.

પીસીએ પાછળનો ઉદ્દેશ સ્થાનિક તંત્ર પોલીસ સામેની અત્યંત ગંભીર સહિતની વ્યાપક શ્રેણીની ફરિયાદો હાથ ધરવામાં નિપુણ બને તથા તે વ્યાપક સ્તરે જનતા માટે પ્રાપ્ય બને, તે સુનિશ્ચિત કરવાનો છે. પોલીસિંગ સંસ્કૃતિને બદલવી અને તેને તદ્દન વ્યાવસાયિક બનાવવી, એ પીસીએનો લાંબા ગાળાનો ઉદ્દેશ છે.

તેનો અમલ

કોમનવેલ્થ હ્યુમન રાઇટ્સ ઇનિશિએટિવ (CHRI) પીસીએની કામગીરી અને પ્રગતિ પર દેખરેખ રાખે છે, જે અપૂરતું જણાય છે.

CHRIના જણાવ્યા મુજબ, રાજ્યોએ કાં તો માત્ર કાગળ પર PCAsની રચના કરી છે અથવા તો અદાલતના આદેશની અવગણના કરી છે.

કાર્યરત પીસીએ ધરાવનારાં રાજ્યોમાં અસમ, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, મેઘાલય, નાગાલેન્ડ, પંજાબ, રાજસ્થાન, ત્રિપુરા અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. સાત કેન્દ્રશાસિત પ્રદેશો કાર્યરત પીસીએ ધરાવે છે. માત્ર અસમ, કર્માટક, કેરળ, મહારાષ્ટ્ર, નાગાલેન્ડ અને રાજસ્થાન જ એવાં રાજ્યો છે, જ્યાં તે રાજ્ય અને જિલ્લા એમ બંને સ્તરે કાર્યરત છે.

પીસીએ કાર્યરત ન કરનારાં રાજ્યોમાં પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, તેલંગણા, તમિલનાડુ ઓડિશા, હિમાચલ પ્રદેશ, બિહાર અને આંધ્ર પ્રદેશનો સમાવેશ થાય છે.

મધ્ય પ્રદેશે માત્ર જિલ્લા સ્તરે જ તેની રચના કરી છે. 22 રાજ્યોએ અદાલતની સૂચના પ્રમાણે શોર્ટલિસ્ટ કરનારી એક સ્વતંત્ર પેનલ વિના જ પીસીએ માટે સ્ટાફની પસંદગી કરી લીધી હતી.

પોલીસ સુધારણા માટેની સમિતિઓ

સમિતિ વર્ષ નોંધ
નેશનલ પોલીસ કમિશન (NPC) 1977-81 ઇમર્જન્સી (કટોકટી) બાદ સ્થપાયેલી NPCએ 8 અહેવાલો તૈયાર કર્યા, જેમાં પોલીસના વિવિધ પ્રશ્નો અંગે મહત્વની સુધારણાઓ કરવાનું સૂચન કર્યું.
રિબેરો કમિટિ 1998 એનપીસીની ભલામણોનો અમલ કરવા માટેની કાર્યવાહીના અભાવની સમીક્ષા કરવા તથા નવા પોલીસ એક્ટનું માળખું ઘડવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા સ્થાપના
પદ્મનાભૈયા કમિટિ 2000 પોલીસ અને પોલીસના ઉત્તરદાયિત્વના રાજકીયકરણ અને અપરાધીકરણને લગતા પ્રશ્નો પર ધ્યાન આપ્યું
મલીમથ કમિટિ 2002-03 ઇન્ડિયન પીનલ કોટમાં ફેરફારો કરવાનું સૂચવ્યું અને જ્યુડિશિયલ કાર્યવાહીઓમાં સુધારો કરવા માટેના માર્ગો સૂચવ્યા
પોલીસ એક્ટ ડ્રાફ્ટિંગ કમિટિ 1 2005 1861ના પોલીસ એક્ટને સ્થાને નવા મોડેલ પોલીસ એક્ટનો ડ્રાફ્ટ ઘડ્યો.
સુપ્રીમ કોર્ટના આદેશો 2006 સુપ્રીમ કોર્ટે રાજ્યનાં પોલીસ દળો માટે સાત હુકમો જારી કર્યા, જેમાં સ્ટેટ સિક્યોરિટી કમિશનની રચના કરવી, પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ બોર્ડ અને પોલીસ કમ્પ્લેઇન્ટ ઓથોરિટીની સ્થાપના કરવાનો સમાવેશ થતો હતો.
બીજી વહીવટી સુધારણા 2007 પોલીસ અને જનતાના સંબંધો અસંતોષકારક છે, તે નોંધ્યું અને આ સ્થિતિને બદલવા માટે શ્રેણીબદ્ધ સુધારા સૂચવ્યા
જસ્ટિસ થોમસ કમિટિ 2010 પોલીસ સુધારણા પ્રત્યે રાજ્ય સરકારોની ઘોર ઉદાસીનતા પર પ્રકાશ પાડ્યો
સુપ્રીમ કોર્ટના આદેશો 2018 પોલીસ સુધારણા અંગે નવા આદેશો અને 2006ના આદેશોના અમલીકરણમાં રાજ્યોએ સાધેલી પ્રગતિની સમીક્ષા કરી.

ABOUT THE AUTHOR

...view details