નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીના પોશ વિસ્તારમાં લોધી એસ્ટેટમાં ફાયરિંગ થયું હતું. જ્યાં અચાનક ગોળીબારીનો અવાજ આવતાં તમામ અધિકારીઓ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઉલ્લેનીય છે કે,લોધી એસ્ટેટ વિસ્તારમાં નવી દિલ્હી સંસદીય વિસ્તારમાં આવે છે. જ્યાં નેતાઓથી લઈને અનેક કારોબારીઓના ઘર આવેલા છે.
મળતી માહિતી પ્રમાણે, CRPFના સબ- ઈન્સ્પેક્ટરે પહેલા પોતાના સીનીયર ઈન્સ્પેક્ટરને ગોળી મારી અને બાદમાં પોતાને ગોળી મારી આત્મહત્યા કરી હતી. આ બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. હાલ, પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જો કે, હજુ સુધી હત્યાનું કારણ જાણવા મળ્યું નથી.