તિરુવનંતપુરમ: કેરળ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે એર ઇન્ડિયા STS કેસમાં કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો છે. રિપોર્ટમાં સ્વપ્ના સુરેશને આરોપી તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ કેસ છેતરપિંડીનો છે જ્યારે તે એર ઈન્ડિયા STS સાથે કામ કરતી હતી. ક્રાઈમ બ્રાંચની તપાસ ટીમે તિરુવનંતપુરમની મેજિસ્ટ્રેટ કોર્ટમાં પોતાનો રિપોર્ટ આપ્યો છે.
સ્વપ્ના સુરેશ પણ કેરળમાં સોનાની દાણચોરીના કેસમાં આરોપી છે, જેની NIA દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં સ્વપ્ના સુરેશ NIAની કસ્ટડીમાં છે.દાણચોરીના કેસના વધતા વિરોધ વચ્ચે કેરળના મુખ્ય પ્રધાન પિનરાય વિજને કહ્યું કે, રાજ્ય સરકારની છબીને દૂષિત કરવા માટે 'સુઆયોજિત અભિયાન' ચલાવવામાં આવી રહ્યું છે. જેથી NIA દ્વારા અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. વિજયને મીડિયાને જણાવ્યું કે, દાણચોરીને લગતા કેસમાં તપાસ કરવામાં આવશે અને આરોપીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવશે.
તેમણે કહ્યું, 'જ્યારે કસ્ટમ વિભાગ દ્વારા એરપોર્ટ પરથી માલ જપ્ત કરવાની માહિતી મળી ત્યારે એક રાજકીય પક્ષના જવાબદાર નેતાએ રાજ્ય સરકારને દોષી ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો અને કહ્યું કે, મુખ્યપ્રધાન કાર્યાલયમાંથી કોઈએ કસ્ટમ અધિકારીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો. વિજયને કહ્યું કે, 'જો કે, પછીથી શું થયું તે આપણે બધા જાણીએ છીએ. આ રાજ્ય સરકારની છબીને દૂષિત કરવાના સુઆયોજિત અભિયાનનો એક ભાગ હતો.’