વડાપ્રધાન મોદીની આ જાહેરાતને લઈ અનેક વિપક્ષોએ વાંધો ઉઠાવ્યો છે અને વિપક્ષનું કહેવું છે કે, ચૂંટણી પંચનું પૂછ્યું છે કે, આખરે વડાપ્રધાન મોદીને આ જાહેરાત કરવાની પરવાનગી કેમ આપી ? માર્ક્સવાદી પાર્ટીના નેતા સીતારામ યેચૂરીએ ચૂંટણી પંચમાં આચાર સંહિતા ઉલ્લંધન માટે ફરિયાદ નોંધાવી છે.ટીએમસી અને ઉપેન્દ્ર કુશવાહે પણ મોદીના રાષ્ટ્રના નામે સંબોધનને લઈ વાંધો ઉઠાવ્યો છે. યેચૂરીની ફરિયાદ બાદ ચૂંટણી પંચે સરકાર પાસે નરેન્દ્ર મોદીના ભાષણની કોપી માંગી છે.
મિશન શક્તિ પર રાજકીય ઉહાંપોહ, CPIએ મોદી વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી - drdo
ન્યૂઝ ડેસ્ક: વડાપ્રધાન મોદીએ આજે દેશના નામે એક મહત્વની જાહેરાત કરી દીધી છે જેમાં તેમણે અંતરીક્ષમાં ભારતે લાઈવ સેટેલાઈટ તોડી પાડી સફળતા મેળવી હોવાની વાત વડાપ્રધાને કરી હતી. ત્યારે હવે આ વાતને લઈ રાજકારણ પણ ગરમાવા લાગ્યું છે. વડાપ્રધાન મોદી વિરુદ્ધ CPIએ ચૂંટણી પંચમાં આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન થયું હોવાની ફરિયાદ નોંધાવી છે.
વડાપ્રધાન મોદી
સીતારામ યેચૂરીએ પોતાના આ પત્રમાં લખ્યું છે કે, આવા પ્રકારના મિશન માટે ખાસ કરીને DRDO જણાવે છે, પણ આ વખતે વડાપ્રધાને જ જાતે આવી જાહેરાત કરી દીધી છે. તેમણે ભાર પૂર્વક કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી ખુદ એક લોકસભા ઉમેદવાર છે. ત્યારે આવા સમયે આચાર સંહિતા લાગૂ હોવા છતાં પણ તેમને આવી જાહેરાત કરવાની પરવાનગી કેમ આપવામાં આવી ?