ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પટનામાં શરૂ થયું કોવિડ વેક્સિન માટે માનવ પરીક્ષણ - સુપ્રિટન્ડેન્ટ સીએમ સિંહ

પટના એમ્સમાં કોરોનાની વેક્સિનનું 50 લોકો પર હ્યુમન ટ્રાયલ કરવામાં આવશે. પહેલા ચરણમાં 18 લોકો પર ટ્રાયલ કરવાનો હોસ્પિટલ પ્રબંધને નિર્ણય લીધો છે. વેક્સિનના માનવ પરીક્ષણ માટે પસંદ કરાયેલા 50 લોકોમાં મોટા ભાગના પટના AIIMSના કર્મીઓ છે.

Patna AIIMS
Patna AIIMS

By

Published : Jul 17, 2020, 7:23 AM IST

પટનાઃ રાજધાની સ્થિત એમ્સમાં કોરોના વેક્સિનનું માનવ પરીક્ષણ શરૂ થયું છે. આ પહેલા ચરણમાં બુધવારે 30 વર્ષના યુવક પર ટ્રાયલ કરવામાં આવશે. 2 કલાક સુધી ડૉકટરની દેખરેખ બાદ યુવકને ઘરે જવાની અનુમતિ આપવામાં આવી હતી. એક અઠવાડિયા બાદ યુવકને ફરીથી ચેકઅપ માટે હોસ્પિટલ બોલાવવામાં આવશે. આગામી 14 દિવસ બાદ યુવકને ફરીથી વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવશે.

મહત્વની જાણકારીઃ

  • છેલ્લા બે દિવસોમાં 8 લોકો પર કોવિડ 19 વેક્સિનનો પ્રયોગ
  • 15 જૂલાઇએ એક વ્યક્તિને આપવામાં આવ્યો હતો વેક્સિનનો પહેલો ડોઝ
  • ગુરૂવારે 7 લોકોને આપવામાં આવી વેક્સિન
  • એમ્સના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ સીએમ સિંહે કરી પુષ્ટિ
  • 194 દિવસ સુધી દેખરેખ કરાશે
  • કેટલાય ફેઝમાં થશે વેક્સિનનું ઓબ્ઝર્વેશન
  • જેટલા લોકો આવશે તે બધા પર થશે ટ્રાયલ

50 લોકો પર થશે ટ્રાયલ

પટના એમ્સમાં કોરોના વેક્સિનનું 50 લોકો પર હ્યુમન ટ્રાયલ કરવામાં આવશે. પહેલા ચરણમાં 18 લોકો પર ટ્રાયલ કરવાનું હોસ્પિટલ પ્રબંધને નિર્ણય કર્યો છે. વેક્સિનના હ્યુમન ટ્રાયલ માટે પસંદ કરેલા 50 લોકોમાં મોટા ભાગના પટના એમ્સના કર્મીઓ છે. પટના એમ્સ ઉપરાંત દેશના 12 મેડિકલ સંસ્થાનોમાં કોરોનાના માનવ પરીક્ષણ વેક્સિનનું ટ્રાયલ કરવામાં આવશે, જેમાં પટના એમ્સમાં પહેલા જ આ શરુ થયું છે.

સફળતા મળવા પર આગળ થશે ટ્રાયલ

વધુમાં જણાવીએ તો હાલમાં જ ICMRએ ભારતની પહેલી કોરોના વેક્સિન માટે 12 સંસ્થાનોને પત્ર લખ્યો હતો. આ સંસ્થાનોમાં પટના એમ્સનો પણ સમાવેશ છે. વિશેષજ્ઞો અનુસાર પહેલા ચરણમાં આ વેક્સિનનું ઓછા લોકો પર ટ્રાયલ થશે, પરંતુ સફળતા મળ્યા બાદ બીજા અને ત્રીજા ચરણમાં મોટી માત્રામાં વેક્સિનનું ટ્રાયલ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details