હૈદરાબાદ (તેલંગાણા): રાજ્યમાં વધતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં તેલંગાણા સરકારે સોમવારે તેના કર્મચારીઓમાં પગારમાં 10 ટકાથી 75 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે.
રાજ્યની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રગતિ ભવન ખાતે બેઠક યોજાઈ હતી. મુખ્યપ્રધાન, રાજ્ય મંત્રીમંડળ, એમએલસી, ધારાસભ્યો, રાજ્ય નિગમ અધ્યક્ષો અને સ્થાનિક સંસ્થાઓના પ્રતિનિધિઓના પગારમાં 75 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
જ્યારે, AS, IPS IFS અને અન્ય સેન્ટ્રલ સર્વિસિસ ઑફિસર સહિત તમામ કેટેગરીના કર્મચારીઓના પગારમાં 50 ટકાનો ઘટાડો કરવામાં આવશે.
આ ઉપરાંત વર્ગ IV, આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે, પગારમાં 10 ટકાનો ઘટાડો થશે. જ્યારે પેન્શનરોની તમામ કેટેગરીના વર્ગમાં 50 ટકા ઘટાડો થશે. તેમજ વર્ગ IV ના નિવૃત્ત કર્મચારીઓની સલેરીમાંથી 10 ટકાનો ઘટાડો થશે અને તમામ જાહેર ક્ષેત્રની અન્ડરટેકિંગ્સ (PSUs) માટે, સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત થયેલા કર્મચારીઓ તેમજ સરકારી અનુદાન મેળવનારી સંસ્થાઓના કર્મચારીઓના પગારમાંથી પણ 10 ટકા ઘટાડો કરવામાં આવશે.
જો કે, હજી સુધી સ્પષ્ટ નથી થયું કે, પગારમાં ઘટાડો કેટલો સમય ચાલુ રહેશે અને ભવિષ્યમાં કર્મચારીઓને કપાતની રકમ પણ ચૂકવવામાં આવશે કે નહીં.
આરોગ્ય વિભાગે સોમવારે જણાવ્યું હતું કે, રાજ્યમાં COVID-19 ના 71 કેસની પુષ્ટિ થઈ છે. મૃત્યુઆંક 32 છે ત્યારે કોરોના વાઈરસ કેસની સંખ્યા 1,251 પર પહોંચી ગઈ છે. તેમજ દેશમાં 1,117 પોઝિટીવ કેસ છે.