ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સાર્વજનીક સ્થાનો પર તમાકુ ખાવા અને થૂંકવા પર રોક લગાવે રાજ્ય : સ્વાસ્થ્ય મંત્રાલય - smokeless

દેશમાં કોરોના વાઇરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે. આ વાઇરસને ડામવા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યોને સાર્વજનીક સ્થાનો પર તંબાકુનો ઉપયોગ કરવા અને થૂંકવા પર રોક લાગવવા કહ્યું છે.

સાર્વજનીક સ્થાનો પર તમાકુ ખાવા અને થૂકવા પર રોક લગાવે રાજ્ય : સ્વાસ્થ્ય મંત્રાલય
સાર્વજનીક સ્થાનો પર તમાકુ ખાવા અને થૂકવા પર રોક લગાવે રાજ્ય : સ્વાસ્થ્ય મંત્રાલય

By

Published : Apr 11, 2020, 3:48 PM IST

નવી દિલ્હી : કોરોના વાઇરસ પર રોક લગાવવા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યોને સાર્વજનીક સ્થાનો પર તમાકુનો ઉપયોગ કરવા અને થૂંકવા પર રોક લગાવવા કહ્યું છે.

તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના મુખ્ય સચિવને પત્રમાં સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે, 'તમાકુ, પાન મસાલા અને સોપારી નુક્સાનકારક છે. જેના ચાવવાથી લાળ આવે છે અને તેના પર થૂંકવાથી કોરોનાનો પ્રસાર ઝડપથી ફેલાઇ શકે છે.

કોરોના વાઇરસ મહામારીના વધતા જતા ખતરાને પગલે ભારતીય આયુવિક્ષાન ચિકિત્સા પરિષદે લોકોને તમાકુ ઉત્પાદકોના સેવનથી દુર રહેવા અને સાર્વજનીક સ્થાનો પર ન થૂકવા અપીલ કરી છે.

ABOUT THE AUTHOR

...view details