ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લોકડાઉન વચ્ચે PM મોદીની અધ્યક્ષતામાં સોમવારે પહેલી પ્રધાનમંડળ પરિષદની બેઠક - કોરોના વાઇરસ

કોરોના વાઇરસ ફાટી નીકળવાના કારણે દેશભરમાં લોકડાઉન છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સથી સોમવારે પ્રધાનમંડળ પરિષદની બેઠક યોજાશે. દેશના ઇતિહાસમાં આ પહેલીવાર હશે, જ્યારે વીડિયો-કોન્ફરન્સ દ્વારા પ્રધાનોની બેઠક યોજાશે.

PM Modi to chair council of ministers' meet on Monday,
લોકડાઉન વચ્ચે PM મોદીની અધ્યક્ષતામાં સોમવારે પહેલી પ્રધાનમંડળ પરિષદની બેઠક

By

Published : Apr 5, 2020, 10:49 AM IST

નવી દિલ્હી: કોરોના વાઇરસ ફાટી નીકળવાના કારણે દેશવ્યાપી લોકડાઉન છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સથી સોમવારે પ્રધાનમંડળ પરિષદની બેઠક યોજાશે. દેશના ઇતિહાસમાં આ પહેલીવાર હશે, જ્યારે વીડિયો-કોન્ફરન્સ દ્વારા પ્રધાનોની બેઠક યોજાશે.

આ બેઠકમાં મંગળવારે કેબિનેટની બેઠક મળશે. બંને બેઠક વડાપ્રધાનની અધ્યક્ષતામાં મળશે. 24 માર્ચથી વડાપ્રધાને 21 દિવસના લોકડાઉનની જાહેરાત કર્યા પછી પ્રધાન મંડળની પણ આ પહેલી બેઠક હશે.

સૂત્રોના જણાવ્યા મુજબ, આ બેઠકો COVID-19નો સામનો કરવા અને લોકડાઉનને અસરકારક બનાવવા અંગે ઇરાદાપૂર્વક કરાશે. નોવેલ કોરોના વાઇરસ દ્વારા ઉદ્દભવેલા પડકારોને દૂર કરવા સરકારે લીધેલા પગલાઓના વધુ સારા અમલીકરણ અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details