ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઈન્ડિયા કોરોના અપડેટઃ કુલ કેસ 29 લાખ 10 હજારથી વધુ, કુલ મૃત્યુઆંક 54,849 - India COVID-19 Tracker

સમગ્ર દેશમાં કોવિડ-19 કેસનો કુલ આંકડો 29 લાખ 10 હજારને પાર કરી ગયો છે. કુલ મૃત્યુઆંક 54,849 પર પહોંચ્યો છે. જ્યારે 21 લાખ 58 હજારથી વધુ લોકો રિકવર થયાં છે. રિકવરી રેટ 74.30 થયો છે.

covid-19-news-from-across-the-nation
ઈન્ડિયા કોરોના અપડેટ

By

Published : Aug 21, 2020, 11:01 PM IST

હૈદરાબાદઃ સમગ્ર દેશમાં કોવિડ-19 કેસનો કુલ આંકડો 29 લાખ 10 હજારને પાર કરી ગયો છે. કુલ મૃત્યુઆંક 54,849 પર પહોંચ્યો છે. જ્યારે 21 લાખ 58 હજારથી વધુ લોકો રિકવર થયાં છે. રિકવરી રેટ 74.30 થયો છે.

ઈન્ડિયા કોરોના અપડેટ

દિલ્હી

  • દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA)ના જણાવ્યા અનુસાર ટ્રાયલ બેસિસ પર 24થી 30 ઓગસ્ટની વચ્ચે સાપ્તાહિક બજારો ખુલી શકે છે.
  • નોન કનટેન્મેન્ટ વિસ્તારમાં હોટલ ફરીથી ખુલી શકે છે. જીમ બંધ રહેશે.

મહારાષ્ટ્ર

  • મહારાષ્ટ્ર સરકારે કોરોના વાઈરસથી મૃત્યુ પામનાર ખાનગી ડૉક્ટર માટે 50 લાખના ઈન્સ્યોરન્સની જાહેરાત કરી છે.
  • ગુરુવારે જારી કરાયેલા એક પરિપત્રમાં રાજ્યના આરોગ્ય સેવા નિયામક સાધના તાઈદે જણાવ્યું હતું કે, સરકારી અને અર્ધ-સરકારી સેવાઓના ડોકટરોને આપવામાં આવતા વીમા કવરને હવે ખાનગી મેડિકલ પ્રેક્ટિશનરોને પણ આપવામાં આવશે, જે કોરોના ચેપનો ભોગ બને છે.
  • NCP પ્રમુખ શરદ પવારના ઘરે 4 વર્કરોને કોરોના પોઝિટિવ આવ્યો છે.

કર્ણાટક

  • કર્ણાટકના આરોગ્ય પ્રધાન બી.શ્રીરામુલુની માતાનું મૃત્યુ બેલ્લારી જિલ્લામાં થયું છે.
  • કોરોના વાઈરસથી સ્વસ્થ થયાના એક દિવસ પછી તેમનું મૃત્યુ થયું હતું.

મધ્ય પ્રદેશ

  • છેલ્લા 24 કલાકમાં 1147 કેસ નોંધાયા છે.
  • રાજ્યમાં કોવિડ-19 કેસનો કુલ આંકડો 50 હજારને પાર કરી ગયો છે.

ઝારખંડ

  • ધનબાદ રેલવે ડિવિઝનલ મેનેજર (DRM)ની ઓફિસ રવિવાર સુધી ત્રણ દિવસ માટે બંધ રાખવામાં આવી છે.
  • DRMની ઓફિસમાં 27 કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવ્યો હતો.

ઓડિશા

  • શુક્રવારે BJDના અન્ય ધારાસભ્યને COVID-19નો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.
  • રાજ્યમાં વાઈરસથી સંક્રમિત કુલ ધારાસભ્યોની સંખ્યા 9 થઈ છે.
  • બીજેડી ભદ્રકના ધારાસભ્ય સંજીબ મલ્લિકે શુક્રવારે જાહેરાત કરી કે, તેઓ કોરોના પોઝિટિવ આવ્યા છે.
  • ભુવનેશ્વર વિભાગ હેઠળની વિજિલન્સ ઓફિસ 2 કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવ્યા બાદ બંધ કરી દેવામાં આવી હતી.
  • સેનિટાઈઝેશન માટે વિજિલન્સ ઓફિસ રવિવાર સુધી બંધ રાખવામાં આવી છે. સોમવારે ઓફિસ ખુલશે.

પશ્ચિમ બંગાળ

  • શુક્રવારે કોવિડ-19ના કારણે કોલકાતા પોલીસના એક વરિષ્ઠ અધિકારીનું મોત નીપજ્યું હતું.
  • મદદનીશ પોલીસ કમિશનર ઉદય શંકર બેનર્જી, ઉં-50 વર્ષ, કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા હતા.

સિક્કિમ

  • શુક્રવારે સિક્કિમના આરોગ્યપ્રધાન ડૉ.એમ.કે.શર્માને કોરોના પોઝિટિવ આવ્યો હતો.
  • આરોગ્યપ્રધાને ફેસબુક પોસ્ટમાં COVID-19 પોઝિટિવ આવ્યા હોવાના સમાચાર આપ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details