હૈદરાબાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ચોમાસાની ઋતુ દરમિયાન નાગરિકોને સાવચેતી રાખવાની વિનંતી કરી હતી અને કહ્યું હતું કે, આ એ સમય છે જ્યારે વાઈરલ રોગો વધુ થાય છે. દેશભરમાં કોવિડ-19ના કુલ 27 લાખથી વધુ કેસ નોંધાયા છે. કુલ મૃત્યુઆંક 51,797 પર પહોંચ્યો છે.
દિલ્હી
- દક્ષિણ ઝોનના પોલીસ કંટ્રોલરૂમ (પીસીઆર) દિલ્હીના એક પોલીસ ઇન્સ્પેક્ટર મંગળવારે કોરોના વાઈરસથી મૃત્યુ પામ્યા હતા.
- તે 16મા દિલ્હી પોલીસ કર્મચારી હતા જેઓ કોરોના વાઈરસથી મૃત્યુ પામ્યા હતા.
- દિલ્હીના આરોગ્યપ્રધાન સત્યેન્દ્ર જૈને કહ્યું કે, સીરો સર્વેને કારણે 22 ટકા કોરોનાથી સંક્રમિત દર્દીઓને ઓળખવામાં આવ્યા છે.
મહારાષ્ટ્ર
- રાજ્યમાં કોવિડ-19 કેસનો કુલ આંકડો 6 લાખને પાર પહોંચ્યો છે.
- આ આંકડો સાઉથ આફ્રિકા કરતાં પણ વધારે છે. સાઉથ આફ્રિકામાં કોરોના કેસનો કુલ આંકડો 5 લાખ 89 હજારથી વધુ છે.