હૈદરાબાદ: દેશમાં કોરોના વાઇરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. ગુરુવારે 66,999 નવા કેસ નોંધાયા હતા. આ છઠ્ઠો દિવસ છે જ્યારે 60,000થી વધુ નવા કેસ નોંધાયા છે. દેશમાં ચેપગ્રસ્ત દર્દીઓનો આંકડો 23 લાખ 96 હજારને પાર થઇ ગયો છે. જોકે 17 લાખ જેટલા લોકો સાજા પણ થયા છે. છેલ્લા 24 કલાકમાં 942 લોકોના મોત સાથે મૃત્યુનો આંક વધીને 47,033 પર પહોંચી ગયો છે.
ઉત્તર પ્રદેશ
છેલ્લા 24 કલાકમાં ઉત્તર પ્રદેશમાં કોરોનાના નવા 4603 કેસ નોંધાયા છે અને 50 લોકોના મોત થયા છે. રાજધાની લખનઉમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. અહીં છેલ્લા 24 કલાકમાં નવા 621 કેસ નોંધાયા હતા અને 14 લોકોના મોત થયા છે. લખનઉમાં 7039 સક્રિય કેસ છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં 2280 લોકોના મોત થયા છે.
નવી દિલ્હી
રાષ્ટ્રીય રાજધાનીમાં છેલ્લા 24 કલાકમાં COVID-19ના 956 નવા કેસ નોંધાયા છે અને 14 દર્દીઓના મોત થયા છે. દિલ્હીમાં કોરોનાના કુલ કેસ વધીને 1 લાખ 49 હજાર 460 થઇ ગયા છે. કુલ મૃત્યુઆંક 4167 પર પહોંચી ગયો છે.
તેલંગાણા
તેલંગાણામાં કોવિડ -19ના નવા 1931 કેસ નોંધાયા છે. રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 86,475 થઈ ગઈ છે. ગત 24 કલાકમાં વધુ 11 લોકોના મોત પછી, મૃતકોની કુલ સંખ્યા વધીને 665 થઈ ગઈ છે.