હૈદરાબાદ: ભારતમાં કોરોના વાઇરસના કેસ 22 લાખને પાર થઇ ગયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 53,601 નવા કેસ નોંધાયા છે અને 871 લોકોના મોત થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર, 10 ઓગસ્ટ સુધી ભારતમાં કોવિડ-19ના કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 22,68,676 થઈ ગઈ છે. કુલ કેસમાંથી 6,39,929 સક્રિય કેસ છે. તેમાંથી 15,83,490 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી અત્યાર સુધીમાં 45,257 લોકો મૃત્યુ પામ્યા છે. એક જ દિવસમાં 1007 નવા મોત થયા છે.
- પશ્ચિમ બંગાળ
પશ્ચિમ બંગાળમાં મંગળવારે કોરોનાના 2931 નવા કેસ નોંધાયા છે અને 49 લોકોના મોત નીપજ્યા છે. રાજ્યમાં કોરોનાને કારણે મૃત્યુઆંક વધીને 1640 પર પહોંચી ગયો છે.
- રાજસ્થાન
રાજસ્થાનમાં મગંળવારે કોરોનાના 1217 નવા કેસ નોંધાયા હતા અને 12 લોકોએ જીવ ગુમાવ્યો હતો. જે બાદ, રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 54,887 રહી છે. તેમાંથી 13,677 કેસ સક્રિય છે અને 811 લોકોના મોત નીપજ્યા છે.
- મુંબઈ
મગંળવારે મુંબઈમાં કોરોનાના 917 નવા કેસ નોંધાયા છે અને 48 લોકોના મોત નીપજ્યા છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસોની સંખ્યા 1,25,239 થઈ ગઈ છે, જેમાંથી 99,147 સાજા થયા છે અને હજુ પણ 18905 કેસ સક્રિય છે. તો આ સાથે 6,890 લોકો મૃત્યુ પામ્યા છે.
- મહારાષ્ટ્ર
મગંળવારે મહારાષ્ટ્રમાં કોરોનાના 11088 નવા કેસ નોંધાયા છે અને 256 લોકોના મોત નીપજ્યા છે. આ સાથે રાજ્યમાં કેસની કુલ સંખ્યા 5,35,601 પર પહોંચી ગઈ છે. આમાંથી 1,48,553 કેસ સક્રિય છે અને અત્યાર સુધીમાં 18306 લોકોના મોત નીપજ્યા છે.
- પંજાબ