હૈદરાબાદઃ આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશભરમાં કોવિડ-19 કેસનો કુલ આંકડો 19 લાખને પાર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 52 હજારથી વધુ લોકોનો ટેસ્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે 12 લાખથી વધુ લોકો રિકવર થયાં છે.
નવી દિલ્હી
- દિલ્હી ગવર્નરે 1 ઓગસ્ટથી હોટલ અને સાપ્તાહિક બજારોની કામગીરીની મંજૂરી આપવાના રાજ્ય સરકારના નિર્ણયને પલટાવ્યો હતો. જેમાં શેરી વિક્રેતાઓને 1 ઓગસ્ટથી લાંબા સમય સુધી કાર્યરત રહેવાની મંજૂરી આપવાના પ્રસ્તાવને અનલોક-3 હેઠળ મંજૂરી આપવામાં આવી હતી.
- ઈઝરાઈલમાં વિકસીત થયેલી રેપિડ ટેસ્ટ કીટ મંગળવારે દિલ્હી પહોંચી હતી.
- શહેરની 6 જગ્યાએ લગભગ 20 હજાર લોકોનો ટેસ્ટ કરવામાં આવશે.
- જેમાં ડીઆરડીઓ સંચાલિત સુવિધા ઉપરાંત લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજ, રામ મનોહર લોહિયા (આરએમએલ), લોક નાયક, સર ગંગા રામ અને આકાશ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોનો સમાવેશ થાય છે.
મહારાષ્ટ્ર
- મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસોમાં સ્થિરતા આવી છે.
- રાજ્ય સરકારે 'મિશન બિગીન અગેઈન' (Mission Begin Again) હેઠળ પ્રતિબંધ મર્યાદિત કરવા માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે.
- રાજ્યના 10 હજાર પોલીસકર્મીઓ કોરોનાથી સંક્રમિત થયા હતા.
- કોવિડ-19થી 107 પોલીસકર્મીઓના મોત થયા છે.
મધ્ય પ્રદેશ
- મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણને આજે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
- મુખ્યપ્રધાન કોરોનાથી સંક્રમિત થયા હતા. તેઓ 11 દિવસ સુધી હોસ્પિટલમાં હતા.
- ડૉક્ટરે મુખ્યપ્રધાનને હોમ ક્વૉરન્ટીન રહેવા કહ્યું છે.