હૈદરાબાદઃ દેશભરમાં કોવિડ-19ના કેસ સતત વધી રહ્યાં છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 40 હજાર કરતાં પણ વધુ કેસ નોંધાયા હતા. ભારતમાં કુલ કોવિડ-19ના કેસની સંખ્યા 11 લાખથી પણ વધુ છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 3,90,459 છે. મૃત્યુઆંક 27,497 નોંધાયો છે. જ્યારે 7 લાખથી વધુ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
દિલ્હી
- દિલ્હીના સ્વાસ્થ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન કોવિડ-19થી રિકવરી બાદ કામે પરત ફર્યા છે.
- 17 જૂને સ્વાસ્થ્ય પ્રધાન કોરોના પોઝિટિવ આવ્યા હતા.
- તેમને મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
- સત્યેન્દ્ર જૈનને પ્લાઝમા થેરાપી આપવામાં આવી હતી.
ઉત્તર પ્રદેશ
- સોમવારે રોગચાળાને રોકવા માટે રચાયેલી 11 વરિષ્ઠ અધિકારીઓની ટીમ સાથે બેઠક યોજતાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, મોટી સંખ્યામાં એસિમ્પ્ટોમેટીક કોવિડ દર્દીઓ તેમની હકીકત છુપાવતા હોવાનું તેમને ધ્યાનમાં આવ્યું છે. જો ચેપગ્રસ્ત છે, જે રાજ્યમાં રોગના મોટા પાયે ફેલાવા માટેનું કારણ બની શકે છે.
- તેમણે કહ્યું કે, આવા દર્દીઓ માટે હોમ આઈસોલેશન મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ તેઓએ અને તેમના પરિવારોએ પ્રોટોકોલનું પાલન કરવું પડશે.