હૈદરાબાદ: રવિવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં એટલે કે એક દિવસમાં 38902 નવા કેસ નોંધાયા છે. આ સાથે કોરોનાના અત્યાર સુધીમાં કુલ 1,077,618 પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 543 લોકોના મોત થયા છે. કોરોનાથી દેશમાં અત્યાર સુધીમાં 26816 લોકોએ જીવ ગુમાવ્યો છે. જો કે, અત્યાર સુધી 677423 લોકો સાજા થયા છે. મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાં છે. મહારાષ્ટ્રમાં કોરોના ચેપનો કુલ આંક ત્રણ લાખને પાર થઇ ગયો છે.
સમગ્ર દેશમાં કોરોના કેસના આંક પંજાબ
રવિવારે પંજાબમાં કોરોના વાઇરસના કારણે વધુ 8 લોકોના મોત થયા હતા જે બાદ મૃતકોની કુલ સંખ્યા વધીને 254 થઈ ગઈ છે. આ સિવાય 310 લોકોને ચેપ લાગતા દર્દીઓની સંખ્યા 10,100 પર પહોંચી ગઈ છે.
છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાના 9518 નવા કેસ નોંધાયા છે, તો આ સાથે ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 3,10,455 થઈ ગઈ છે. એક દિવસમાં રાજ્યમાં નવા દર્દીઓની આ સંખ્યા સૌથી વધુ છે. આ ખતરનાક વાઇરસને કારણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 258 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો, જેના કારણે મૃત્યુઆંક 11,854 પર પહોંચી ગયો છે. જો આપણે ફક્ત મુંબઈની જ વાત કરીએ, તો છેલ્લા 24 કલાકમાં 1038 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 64 લોકોના મોત નીપજ્યા હતા.
કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં 4120 નવા કોરોના કેસ સામે આવ્યા છે, જે બાદ રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 63772 થઈ ગઈ છે. રાજ્યભરમાં આ વાઇરસને કારણે 91 લોકોના મોત નીપજ્યા હતા, જેથી મૃત્યુઆંક 1331 પર પહોંચી ગયો છે.
ઉત્તર પ્રદેશમાં કોવિડ -19 ને કારણે વધુ 38 લોકોના મોત નીપજ્યા હતા. રાજ્યમાં ચેપના 2,211 નવા કેસ નોંધાયા છે. તબીબી અને આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ અમિત મોહન પ્રસાદે રવિવારે જણાવ્યું કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 38 લોકોના મોત થયા. આ સાથે, મૃત્યુઆંક વધીને 1,146 પર પહોંચી ગયો છે.
દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1211 નવા કેસ નોંધાયા હતા, જે બાદ કુલ સંખ્યા 1,22,793 થઇ ગઇ છે.છેલ્લા 24 કલાકમાં 31 દર્દીઓના મોત નીપજ્યાં અને કુલ મૃત્યુનો આંકડો 3628 પર પહોંચી ગયો છે.હીં 1860 લોકો સાજા થયા છે અને અત્યાર સુધીમાં કુલ 1,03,134 લોકો સાજા થઇ ગયા છે.
રાજસ્થાનમાં રવિવારે સવારે 10.30 વાગ્યા સુધી કોરોનાના 193 નવા કેસ નોંધાયા છે અને ત્રણ લોકોના મોત નીપજ્યાં છે. રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 28,693 પર પહોંચી ગઈ છે, જેમાંથી 21,266 લોકો સાજા થયા છે અને 556 લોકોના મોત નીપજ્યાં છે.
ઓડિશામાં છેલ્લા 24 કલાકમાં, કોરોનાના 736 નવા કેસ નોંધાયા છે અને 607 લોકો સાજા થયા છે. રાજ્યમાં કોરોના ચેપનો આંકડો વધીને 17,437 થઈ ગયો છે, જેમાંથી અત્યાર સુધીમાં 11,937 લોકો સાજા થયા છે.