હૈદરાબાદ: કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે દ્વારા જાહેર કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 28,637 નવા કેસ નોંધાયા છે અને 551 લોકોના મોત નીપજ્યાં છે.
સમગ્ર દેશમાં કોરોના કેસના આંકડા ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 1388 નવા કેસ નોંધાયા હતા અને 21 લોકોના મોત નીપજ્યાં હતાં.જે બાદ રાજ્યમાં સક્રિય કેસની કુલ સંખ્યા 12,208 થઈ ગઈ છે અને મૃત્યુઆંક 934 પર પહોંચી ગયો છે.
મધ્યપ્રદેશમાં રવિવારે સંક્રમણના 431 નવા કેસ નોંધાયા છહતા અને 9 લોકોના મોત નીપજ્યાં છે. જે બાદ રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 17,632 થઈ ગઈ છે અને મૃત્યુઆંક 653 પર પહોંચી ગયો છે.
રાજસ્થાનમાં રવિવારે કોરોનાના 644 નવા કેસ નોંધાયા હતા, 234 લોકો સાજા થયા હતા. આ સાતે 7 લોકોના મોત નીપજ્યાં છે. રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 24,392 થઈ છે, જેમાં 5,779 કેસ સક્રિય છે અને 510 લોકોના મોત નીપજ્યાં છે.
રવિવારે તેલંગાણામાં કોરોનાના 1269 નવા કેસ નોંધાયા હતા અને 1563 લોકો સાજા થયા હતા. જે બાદ રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા 34,671 પર પહોંચી ગઈ છે. રાજ્યમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 356 લોકોના મોત નીપજ્યાં છે.
હરિયાણામાં રવિવારે 4 દર્દીઓનું મોત કોરોનાને કારણે થયા હતા.ત્યારે કોરોનાના 658 નવા કેસ નોંધાયા છે. અહીં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 21,240 પર પહોંચી છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 879 નવા કેસ નોંધાયા હતા અને 13 લોકોએ જીવ ગુમાવ્યો હતો. જે બાદ રાજ્યમાં કેસની સંખ્યા વધીને 41,906 થઈ ગઈ છે, જેમાંથી 29,198 લોકો સાજા થયા છે અને 2,047 લોકોના મોત નીપજ્યાં છે.
રવિવારે રાજધાનીમાં કોરોનાના નવા 1573 કેસ નોંધાયા છે અને 37 લોકોના મોત નીપજ્યાં છે. તો આ સાથે 2276 લોકો પણ સ્વસ્થ્ય થયા હતા. જે બાદ દિલ્હીમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 1,12,494 થઈ ગઈ છે, જેમાંથી 89,968 લોકો સાજા થયા છે, 19155 કેસ સક્રિય છે અને 3371 લોકો મૃત્યુ પામ્યા છે.
છેલ્લા 24 કલાકમાં કર્ણાટકમાં 2627 નવા કેસ નોંધાયા હતા અને 71 લોકોના મોત નીપજ્યાં હતાં. જે બાદ રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 38,843 થઈ ગઈ છે. રાજ્યમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 684 લોકોનાં મોત નીપજ્યાં છે.
રવિવારે મહારાષ્ટ્રમાં કોરોનાના 7827 નવા કેસ નોંધાયા છે અને 173 લોકોના મોત નીપજ્યાં છે. રાજ્યમાં કેસની કુલ સંખ્યા વધીને 2,54,427 થઈ ગઈ છે. તેમાંથી 1,40,325 લોકો સ્વસ્થ્ય થયા છે. અત્યાર સુધીમાં 10,289 લોકો મૃત્યુ પામ્યા છે.
રવિવારે કોરોનાના 435 નવા કેસ નોંધાયા છે.જે બાદ સક્રિય કેસની સંખ્યા વધીને 3743 થઈ ગઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 4097 દર્દીઓ સાજા થયા છે.