ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જાણો સમગ્ર દેશમાં કોરોના કેસના વધી રહેલા આંકડા

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ 24,850 નવા કેસ નોંધાયા છે અને 613 લોકોના મોત થયાં છે. જે બાદ દેશભરમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા વધીને 6,73,165 પર પહોંચી ગઈ છે, જેમાંથી 2,44,814 સક્રિય કેસ છે. જ્યારે 4,09,083 લોકો સાજા થયા છે. અત્યાર સુધીમાં 19,268 લોકોના કોરોનાથી મોત થયા છે.

By

Published : Jul 5, 2020, 10:55 PM IST

સમગ્ર દેશમાં કોરોના કેસના વધી રહેલા આંકડા
સમગ્ર દેશમાં કોરોના કેસના વધી રહેલા આંકડા

નવી દિલ્હી : દેશમાં કોરોનાના કેસમાં સતત્ત વધારો થઇ રહ્યો છે.કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 24,850 નવા કેસ નોંધાયા છે અને 613 લોકોનાં મોત થયા છે.

સમગ્ર દેશમાં કોરોના કેસના વધી રહેલા આંકડા
  • રાજસ્થાન

રવિવારે રાજસ્થાનમાં 632 નવા કોરોનાના કેસ નોંધાયા હતા અને 9 લોકોના મોત નીપજ્યાં છે. અત્યાર સુધીમાં 456 લોકોના મોત થયા છે.

  • મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં કોરોના વાઇરસના નવા 695 કેસ નોંધાયા છે. બદનેરામાં 89 કેસ અને અશોકનગરમાં 32 અને સબનપુરામાં 17 કેસ નોંધાયા છે.મહારાષ્ટ્રમાં કોરોના વાયઇરસના 6,555 નવા કેસ નોંધાયા હતા અને 151 લોકોના મોત થયા છે. રાજ્યમાં હવે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 2,06,619 છે અને કોરોના વાઇરસથી કુલ મૃત્યુઆંક 8,822 પર પહોંચી ગયો છે. કોરોના વાઇરસના સક્રિય કેસની સંખ્યા 86,040 છે.

  • કેરળ

રવિવારે કેરળમાં કોરોના વાઇરસના 225 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં હવે કેસોની સંખ્યા વધીને 5,429 થઈ ગઈ છે. એક દિવસ અગાઉ, રાજ્યમાં કોરોનાના 240 કેસ હતા. નવા નોંધાયેલા કેસોમાં, 117 કેસ વિદેશથી પરત ફરતા લોકોના છે, 57 કેસ અન્ય રાજ્યોથી પરત ફરતા લોકોના છે, જ્યારે 38 કેસ એવા લોકોના છે જેઓ ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા.

  • બિહાર

બિહારમાં કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં, બે લોકોના મોત નીપજ્યાં હતા. આ સાથે જ રાજ્યમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 90 પર પહોંચી ગઈ છે.રવિવારે રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 11,860 થઈ ગઈ છે. આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ભાગલાપુર જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાઇરસના કારણે બે લોકોના મોત નીપજ્યાં હતાં.

  • ઉત્તરાખંડ

છેલ્લા 24 કલાકમાં, ઉત્તરાખંડમાં કોરોના વાઇરસના 31 નવા કેસ નોંધાયા છે. કુલ કેસની સંખ્યા 3124 પર પહોંચી છે.

  • દિલ્હી

દિલ્હીમાં કોરોના વાઇરસથી 63 લોકોના મોત થયા છે અને 2244 નવા કેસ નોંધાયા છે. ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 99444 પર પહોંચી ગઈ.જોકે 71339 લોકો સાજા થયા છે. તો આ સાથે જ 25038 સક્રિય કેસ છે.

  • ઉત્તર પ્રદેશ

છેલ્લા 24 કલાકમાં ઉત્તર પ્રદેશમાં કોરોના વાઇરસના 1,155 નવા કેસ નોંધાયા છે. કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 18,761 લોકો સાજા થયા છે.રાજ્યમાં કુલ મૃત્યુઆંક 785 છે. કોરોના વાઇરસના સક્રિય કેસની સંખ્યા 8,161 છે.

  • આંધ્રપ્રદેશ

આંધ્રપ્રદેશમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા વધીને 18,697 થઈ ગઈ છે. જેમાંથી 10,043 એ સક્રિય કેસ છે અને 8,422 લોકોનો ઇલાજ થઇ રહ્યો છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં 232 લોકોનાં મોત થયા છે.

ABOUT THE AUTHOR

...view details