ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જાણો સમગ્ર દેશમાં કોરોનાનો આંકડો... - દેશમાં કોરોનાનો આંકડો

તમામ પ્રયત્નો છતા દેશમાં કોરોના વાઇરસના કેસો વધી રહ્યા છે, જેનાથી સરકારની ચિંતામાં પણ વધારો થઈ રહ્યો છે. રવિવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ 24 કલાકમાં લગભગ 20 હજાર નવા કેસ નોંધાયા છે. એક દિવસમાં અત્યાર સુધીમાં નોંધાયેલા આ સૌથી વધુ કેસ છે.

સમગ્ર દેશમાં કોરોનાનો આંકડો
સમગ્ર દેશમાં કોરોનાનો આંકડો

By

Published : Jun 28, 2020, 10:47 PM IST

નવી દિલ્હી :દેશમાં 24 કલાકમાં 19906 નવા કેસ નોંધાયા છે, જે પછી કુલ કેસની સંખ્યા વધીને 528,859 થઈ ગઈ છે. જો કે 3,09,713 લોકો સાજા થયા છે, તો 24 કલાકમાં 410 લોકોના મોત થયાં છે, જે પછી કુલ મૃત્યુઆંક 16095 પર પહોંચી ગયો છે. કોરોના વાઇરસના મામલામાં ભારત ચોથા ક્રમે છે. સૌથી વધુ કોરોના કેસ સાથે યુનાઇટેડ સ્ટેટ્સ, બ્રાઝિલ બીજા અને રશિયા ત્રીજા સ્થાને છે.

સમગ્ર દેશમાં કોરોનાનો આંકડો
  • મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં કોવિડ-19ના 5,493 નવા કેસ નોંધાયા છે. તેથી કોરોના વાઇરસ ચેપની સંખ્યા વધીને 1,64,626 થઈ છે. મૃત્યુ પામેલા 156 લોકોમાંથી 60 છેલ્લા 48 કલાકમાં મૃત્યુ પામ્યા છે.અધિકારીઓના જણાવ્યા અનુસાર, રવિવારે, કોરોનાથી સ્વસ્થ્ય થયા પછી 2,330 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

  • દિલ્હી

દેશની રાજધાનીમાં, કોરોના સંક્રમણનો આંકડો 83 હજારની ઉપર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના 2889 નવા કેસ નોંધાયા હતા અને આ સમયગાળા દરમિયાન 65 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

  • ઉત્તપ્રદેશ

ઉત્તર પ્રદેશમાં કોવિડ-19થી 11 લોકોના મોત થયા છે. આ સાથે રાજ્યમાં આ વાઇરસથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 660 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં આ ચેપના 606 નવા કેસ નોંધાયા છે.

  • રાજસ્થાન

રાજસ્થાનમાં રવિવારે કોરોના વાઇરસના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 396 થઈ ગઈ છે. રવિવારે 5 લોકોના મોત કોરોનાના કારણે થયા હતા.રાજ્યમાં સંક્રમણના 175 નવા કેસ કેસ નોંધાયા હતા , જે બાદ સંખ્યા વધીને 17119 થઈ ગઈ છે.

  • છત્તીસગઢ

રાજ્યમાં 57 લોકોમાં કોરોના વાઇરસના સંક્રમણની પુષ્ટિ થઈ છે. રાજ્યમાં આ વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 2602 થઈ ગઈ છે. રાજ્ય આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ 57 લોકોમાંથી રાજનાંદગાંવ જિલ્લાના 21, બલરામપુરના 10, જાંજગીરના 7 , દુર્ગના 5, રાયગઢના 4, મહાસમુંદ અને બાલોદાબાજારના 3-3, રાયપુર અને બિલાસપુરના બે લોકોમાં કોરાના પોઝિટિવ મળી આવ્યા છે.

  • ગુજરાત

અમદાવાદમાં કોરોનાના 211 નવા કેસ નોંધાયા હતા અને 13 લોકોના મોત નીપજ્યાં હતાં. આ પછી, અહીં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 20,480 થઈ છે, અને મૃત્યુની સંખ્યા વધીને 1,423 થઈ ગયો છે.ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના ચેપના 624 નવા કેસ નોંધાયા હતા અને 19 લોકોએ જીવ ગુમાવ્યો હતો. રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 31,397 પર પહોંચી ગઈ છે, જેમાંથી 22,808 લોકો સાજા થઇ ગયા છે અને 1809 લોકોના મોત નીપજ્યાં છે.

  • કર્ણાટક

કર્ણાટકમાં 1267 નવા કેસ નોંધાયા છે, જેમાં બેંગ્લોર શહેરના 783 કેસનો સમાવેશ થાય છે. આ સાથે અહીં કેસની કુલ સંખ્યા વધીને 13,190 થઈ ગઈ છે. રવિવારે કોરોનાથી 16 લોકોના મોત નીપજ્યાં હતા. જેથી કુલ મૃત્યુઆંક 207 પર પહોંચ્યો છે.

  • ઉત્તરાખંડ

રવિવારે ઉત્તરાખંડમાં 32 નવા કેસ નોંધાયા હતા. આ સાથે રાજ્યમાં કેસની કુલ સંખ્યા 2823 પર પહોંચી ગઈ છે.

  • તમિલનાડુ

રવિવારે તમિલનાડુમાં કોરોનાના 3940 નવા કેસ નોંધાયા છે અને 54 લોકોનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં હવે પોઝિટિવ કેસોની સંખ્યા 82275 છે, જેમાંથી, 45,537 લોકો સાજા થયા છે. ત્યાં 35,656 સક્રિય કેસ છે અને 1,079 લોકો મૃત્યુ પામ્યા છે.

ABOUT THE AUTHOR

...view details