હૈદરાબાદ: રવિવારે દેશમાં COVID-19 ને કારણે મૃત્યુઆંક વધીને 13,254 પર પહોંચી ગયો છે અને કોરોના વાઇરસના કેસોની સંખ્યા વધીને 4,10,461 થઈ છે, જેમાં 1,69,451 સક્રિય કેસ છે. આજદિન સુધીમાં કુલ 2,27,755 દર્દીઓને સ્વસ્થ્ય થતા રજા આપવામાં આવી છે.
- ઓડિશા : છેલ્લા 24 કલાકમાં COVID-19 માટે 304 જેટલા વ્યક્તિઓનું કોરોના ટેસ્ટ કરવામાં આવ્યું છે, જેથી ઓડિશામાં અત્યાર સુધીમાં કુલ સંક્રમણની સંખ્યા 5,160 પર પહોંચી છે.
304 સંક્રમિતમાંથી 272 લોકોને કોરોન્ટાઇન કેન્દ્રોમાં રાખવમાં આવ્યા છે અને 32 સ્થાનિક નવા કેસ નોંધાયા હતા. આ સંખ્યામાં ફાયર અને NDRF જવાનો પણ સામેલ છે. જે ચક્રવાત દરમિયાન ફરજ પર હાજર હતા.
છેલ્લા 24 કલાકમાં ઓડિશામાં કોરોનાના કારણે 14 લોકોના મોત નીપજ્યાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,24,402 કોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
- નવી દિલ્હી: દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનની તબિયત કોરોનાને કારણે ખરાબ થઇ હતી.જે બાદ તેમને પ્લાઝ્માં થેરાપી આપવામાં આવી હતી. જે બાદ તેમના સ્વાસ્થ્યમાં સુધારો થયો છે.55 વર્ષીય આરોગ્ય પ્રધાનનો તાવ હવે ઓછો થઇ ગયો છે. ડોક્ટરોનું કહેવું છે કે આવતીકાલે તેને જનરલ વોર્ડમાં ખસેડવામાં આવી શકે છે.