હૈદરાબાદ: કોવિડ -19 રોગચાળો દેશના લગભગ તમામ રાજ્યોમાં ફેલાઇ રહ્યો છે. સંક્રમિતો વધતી સંખ્યા ચિંતાનો વિષય છે. જો કે, સંક્રમિતના રિકવરીના દરથી થોડી રાહત છે. ગુરુવારે દેશમાં COVID-19 ને કારણે મૃત્યુઆંક વધીને 12,227 પર પહોંચી ગયો હતો અને 1,60,384 જેટલા સક્રિય કેસ સાથે કોરોના વાઇરસ કેસની સંખ્યા 3,66,946 પર પહોંચી ગઈ હતી. આજદિન સુધીમાં કુલ 1,94,324 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.
દિલ્હી
દિલ્હી સરકારે ગુરુવારે શહેરના કન્ટેન્ટમેન્ટ ઝોનમાં અને તેની આસપાસના 169 કેન્દ્રો પર રેપિડ એન્ટિજન પદ્ધતિ દ્વારા કોવિડ -19 પરીક્ષણ શરૂ કર્યું હતું.
કુલ 341 ટીમો રેપિડ એન્ટિજન પરીક્ષણમાં સામેલ છે જે 30 મિનિટની અંદર પરિણામોને ઉપલબ્ધ બનાવે છે.દરમિયાન, દિલ્હી સરકારે સીઓવીડ -19 આરટી-પીસીઆર પરીક્ષણ માટે 2,400 રૂપિયાની કિંમતની જાહેરાત કરી.
દરમિયાન, દિલ્હી સરકારે કોવિડ -19 આરટી-પીસીઆર પરીક્ષણ માટે 2,400 રૂપિયાની કિંમતની જાહેરાત કરી છે.
મહારાષ્ટ્ર
મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે COVID-19 રોગચાળાને ધ્યાનમાં રાખીને આ વર્ષે એક સરળ અને ઓછા ગણપતિ ઉત્સવ ઉજવવા જણાવ્યું હતું અને ગણેશ મંડળોને સમાજ કલ્યાણ કાર્યક્રમો હાથ ધરવા જણાવ્યું હતું.
ઠાકરેએ કહ્યું કે કોરોનાવાઇરસનો ખતરો હજુ પૂરો થયો નથી અને તેથી સામાન્ય અને ઉમંગથી ગણેશ ઉત્સવ ઉજવવો શક્ય નહીં બને.
કર્ણાટક
કોરોના વાઇરસ રોગચાળા વચ્ચે માસ્ક પહેરવાની જરૂરિયાત અંગે જાગૃતિ ફેલાવવા માટે, કર્ણાટક સરકારે ગુરુવારે 'માસ્ક ડે' ઉજવ્યો.તેને યાદગાર બનાવવા માટે પોલીસ બેન્ડ દ્વારા ઘોડેસવારી કરતા જવાનોએ રાજ્યની રાજધાની બેંગલુરુમાં ક્યુબન પાર્ક વિસ્તારમાં પરેડ પણ યોજી હતી. ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અનિલ કુંબલેએ પણ આ કૂચમાં ભાગ લીધો હતો અને નાગરિકોને માસ્ક પહેરીને તેમના પ્રિયજનોની રક્ષા કરવા વિનંતી કરી હતી.
કેરળ
કોરોનાના કારણે વધુ એકનું મોત થયું છે.કેરળમાં મૃતકના સંક્રમણનો સ્ત્રોત શોધવા માટે વિશેષ તપાસ ટીમની રચના કરી છે. કેરળમાં ગુરુવારે 97 જેટલા નવા COVID-19 કેસ નોંધાયા છે જે હાલ કુલ સંખ્યા 2794 પર પહોંચી ગઈ છે.
ગુજરાત