ન્યૂઝ ડેસ્ક: વૈજ્ઞાનિકોએ 7500 લોકો પર વૈજ્ઞાનિક સંશોધન કરી સ્થાપિત કર્યું છે કે, જીન અસંખ્ય સ્વરૂપોમાં બદલાય છે. આ અભ્યાસ તેમને સારવાર માટેની દવા શોધવામાં અને વાઇરસ ફેલાતો રોકવા માટેની રસી બનાવામાં મદદ કરશે. યુનિવર્સિટી કોલેજ ઓફ લંડનના સંશોધનકારો દ્વારા આ સંદર્ભે એક અભ્યાસપત્ર "ધ જર્નલ ઇન્ફેક્શન"માં પ્રકાશિત થયું હતું.
વૈજ્ઞાનિકોઓએ વાયરસ કેવી રીતે માનવ શરીરમાં સતત રહે છે અને જીનના લક્ષણો અને અન્ય સંબંધિત માહિતી પર સતત અભ્યાસ કર્યો છે. નોંધનીય છે કે, વૈજ્ઞાનિકોને જેમાં વાઇરસની અસર માનવ શરીરમાં વધારે છે, એવા ક્ષેત્રોમાં ફેરફાર જોવા મળ્યા છે. આ પ્રક્રિયામાં તેઓએ શોધી કાઢ્યું કે, શરીરમાં 198 જેટલા ફેરફારો થયા છે. આમ, એ સમજી શકાય છે કે માનવ શરીરમાં કોષોમાં ફેરફાર સાથે જીનનો ઘણા સ્વરૂપોમાં બદલાય છે.