ગુજરાત

gujarat

By

Published : Sep 8, 2020, 11:41 AM IST

ETV Bharat / bharat

કોરોના કહેર: ભારતમાં છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના 75809 કેસ

દેશમાં કોરોના પોઝિટિવ કેસોના આંકડા વધતા ચિંતા અનેકગણી વધી ગઈ છે. મંગળવારે જાહેર થયેલા આંકડામાં થોડી રાહતના સંકેત જોવા મળી રહ્યા છે. આજે આ આંકડો 75 હજારની આસપાસ પહોંચી ગયો છે. જેથી પોઝિટિવ કેસોમાં 15 હજાર જેટલા કેસ ઓછા નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, 24 કલાકમાં 75,809 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોરોના વાઇરસના કારણે 1,133 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 42,80,423 થઈ ગઈ છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના 75809 કેસ
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના 75809 કેસ

નવી દિલ્હીઃ દેશમાં સતત બે દિવસથી 90 હજાર કેસ સામે આવી રહ્યા છે. મંગળવારે 75,809 નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 42 લાખ 80 હજાર થઇ ગઇ છે. માહિતી મુજબ 33 લાખ 23 હજાર લોકો સાજા થયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા મંગળવારે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 1,133 લોકોના મોત થયા છે. જેથી આંકડો વધીને 72,775 પર પહોંચી ગયો છે. દેશમાં સંક્રમણના કેસ 42,80,423 થઇ ગયા છે, જેમાંથી 8,83,697 લોકો સારવાર લઇ રહ્યા છે. તો આ સાથે 33,23,951 લોકો સારવાર બાદ સાજા થઇ ગયા છે.

સમગ્ર દેશમાં સપ્ટેમ્બર સુધી કુલ 5,06,50,128 નમૂનાઓ લેવામાં આવ્યા છે. જેમાંથી સોમવારે એક દિવસમાં 10,98,621 સેમ્પલની તપાસ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details