નવી દિલ્હી : છેલ્લા 24 કલાકમાં કોવિડ -19 ના નવા 61,267 કેસ નોંધાયા છે. સોમવારની તુલનામાં નવા કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વાઇરસના કારણે 804 લોકોના મોત નીપજ્યાં છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આ માહિતી આપી છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 61,267 નવા કેસ - દેશમાં કોરોનાના કેસ
ભારતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે.ત્યારે દેશમાં 66 લાખ લોકો કોરોના સંક્રમિત છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ -19 ના નવા 61,267 કેસ નોંધાયા છે. સોમવારની તુલનામાં નવા કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વાઇરસના કારણે 804 લોકોના મોત નીપજ્યાં છે.
કોરોના
મંત્રાલયના આંકડા મુજબ, દેશમાં કોરોના કેસની કુલ સંખ્યા 66 લાખને પાર થઇ ગઈ છે. દેશમાં હાલમાં કોવિડના કુલ કેસ 66,85,083 છે. આમાં સક્રિય કેસની સંખ્યા 9,19,023 છે જ્યારે 56,62,491 દર્દીઓ સાજા થયા છે.આ સિવાય વાઇરસને કારણે કુલ 1,03,569 દર્દીઓના મોત નીપજ્યા છે.
મૃત્યુના આંકડા સોમવારની તુલનામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સોમવારે વાઇરસના નવા 74,442 કેસ નોંધાયા હતા. તે જ સમયે 940 દર્દીઓ વાઇરસને કારણે મૃત્યુ પામ્યા હતા.