- દેશમાં કોરોનાના છેલ્લા 24 કલાકમાં નવા 46,791 કેસ નોંધાયા
- 67,33,329 લોકો સાજા થયા
- સક્રિય કેસની સંખ્યા ઘટીને 8 લાખ થઈ
નવી દિલ્હી: દેશમાં 7,48,538 લોકોની સારવાર ચાલી રહી છે. તેજ સમયે 67,33,329 દર્દીઓએ કોરોનાને માત આપી છે અને સ્વસ્થ થયા છે. કોરોનાના સક્રિય કેસની સંખ્યા ઘટીને આઠ લાખ થઈ ગઈ છે.
દેશમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 75 લાખને પાર ગઈ છે, જ્યારે રોજ સંક્રમિત લોકોની સંખ્યા પણ 67 લાખને પાર થઇ ગઈ છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે જાહેર કરેલા આંકડા અનુસાર, કોવિડ -19ના નવા 46,791 કેસો નોંધાયા છે. જે બાદ ચેપની સંખ્યા વધીને 75,97,064 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુઆંક વધીને 1,15,197 થઈ ગયા છે.
ભારતમાં કોવિડ -19 ના કેસ 7 ઓગસ્ટે 20 લાખને પાર થઇ ગયા છે, જ્યારે 23 ઓગસ્ટના રોજ 30 લાખ, 5 સપ્ટેમ્બરના રોજ 40 લાખ, 16 સપ્ટેમ્બરના રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બરના રોજ 60 લાખ અને 11 ઓક્ટોબરના રોજ 70 લાખના આંકડો પાર થયો હતો.