નવી દિલ્હી: દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ગુરૂવારે 95,735 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. આ નવા કેસ સાથે દેશમાં કોરોનાની સંખ્યા 44 લાખ 65 હજારથી વધુ થઇ ગઇ છે. જોકે 34 લાખ 71 હજારથી વધુ લોકો સાજા થયા છે.
કોરોના ઇન્ડિયા અપટેડ: છેલ્લા 24 કલાકમાં 95735 નવા કેસ, મૃત્યુઆંક 75 હજારને પાર - સમગ્ર દેશમાં કોરોનાની સંખ્યા
દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ગુરૂવારે 95,735 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. આ નવા કેસ સાથે દેશમાં કોરોનાની સંખ્યા 44 લાખ 65 હજારથી વધુ થઇ ગઇ છે. જોકે 34 લાખ 71 હજારથી વધુ લોકો સાજા થયા છે.
કોરોના ઇન્ડિયા અપટેડ
કેન્દ્રીય સ્વાસ્થ્ય એન્ડ કલ્યાણ મંત્રાલયે ગુરૂવારે જે આંકડા જાહેર કર્યા હતા તે મુજબ, છેલ્લા 24 કલાકમાં 1,172 લોકોના મોત થયા છે, જે બાદ સંખ્યા વધીને 75,062 પર પહોંચી ગઇ છે. દેશમાં સંક્રમણના કેસ વધીને 44,65,864 થઇ ગયા છે. જેમાંથી 9,19,018 લોકો સારવાર લઇ રહ્યા છે અને 34,71,784 લોકો સાજા થઇ ગયા છે.