ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 28 હજારને પાર, 24 કલાકમાં નોંધાયા 1282 પોઝિટિવ કેસ - આઇસીયુ અથવા વેન્ટિલેટર

રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 28 હજારને પાર થઇ ગઇ છે. અત્યાર સુધીમાં કોરોના વાઈરસના કારણે કુલ 812 લોકોના મોત થયાં છે.

covid-19
રાજધાની દિલ્હીમાં કોરોના

By

Published : Jun 8, 2020, 7:58 AM IST

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 28 હજારને પાર થઇ ગઇ છે. અત્યાર સુધીમાં કોરોના વાઈરસના કારણે કુલ 812 લોકોના મોત થયાં છે.

દિલ્હીમાં કોરોનાના એક્ટિવ દર્દીમાંથી અત્યારે ICU અથવા વેન્ટિલેટર પર 237 દર્દીઓ છે. જ્યારે કુલ 480માંથી 243 વેન્ટિલેટર ખાલી છે.

દિલ્હીમાં કોરોનાના ટેસ્ટની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 5042 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં કરવામાં આવેલા કુલ ટેસ્ટની સંખ્યા 2,51,915 પર પહોંચી ગઈ છે.

દિલ્હી સરકારના હેલ્થ બુલેટિન મુજબ ગત 24 કલાક દરમિયાન કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત થયું નથી.

ABOUT THE AUTHOR

...view details